Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હરરાજીથી વેચેલ વાહન અકસ્માત કેસમાં ગોંડલ તાલુકા પંચાયતને એક કરોડ ચુકવવા કોર્ટનો હુકમ

વાહન વેચ્યા બાદ ખરીદનારના નામે ટ્રાન્સફર નહિ કરવાની ભુલ ભારે પડી...

ગોંડલ તા.૧૮: અકસ્માતના બે કેસમાં ગોંડલ તાલુકા પંચાયત સામે રૂ.૧,૦૧,૧૮,૪૮૪/- વસુલ કરવા ગોંડલ કોર્ટે આદેશ આપ્યો છે.

ગત વર્ષ ૨૦૦૭માં જી.ઇ.બીના બે કર્મચારીઓ વાસાવડથી ગોંડલ મોટર સાયકલમાં આવતા હતા ત્યારે એક જીપના ચાલકે આ બંને ગુજરનારને હડફેટે લેતા અવસાન નીપજાવેલ, આજીપની માલિકી અંગે ગોંડલ તાલુકા પંચાયત કચેરી દ્વારા ઇન્કાર કરવામાં આવેલ અને આ જીપ હરાજી કરી વેંચાણ આપેલ હોવા સંબંધેના દસ્તાવેજો રજુ કરેલ હતા તેમજ આ જીપ ખરીદનાર ઇસમ અદાલત સમક્ષ પોતાનો બચાવ રજુ કરતા ટેક્ષ, વિમો, અને પાસીંગના કાગળો તાલુકા પંચાયત કચેરી દ્વારા આપવામાં ન આવેલ હોવાનું જણાવેલ અને તેના કારણે જીપ ખરીદનાર ઇસમ પોતાના નામે આ જીપનું રજીસ્ટ્રેશન કરાવી શકેલ ન હોય, તેવી રજુઆત કોર્ટ સમક્ષ કરતા ગોંડલની જો.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ રજુ થયેલ આર.ટી.ઓ. રેકર્ડ મુજબ આ જીપનું રજીસ્ટ્રેશન ગોંડલ તાલુકા પંચાયતના નામે હતુ.

ગોંડલ તાલુકા પંચાયતે પોતાનું નામ દુર કરી નવા ખરીદનારનું નામ દાખલ કરવામાં બેદરકારી દાખવેલ છે. અને આજની તારીખે પણ આર.ટી.ઓ રેકર્ડમાં ગોંડલ તાલુકા પંચાયતનું નામ દાખલ છે તેવી ગંભીર બેદરકારીને કારણે અરજદાર તરફે રજુ થયેલ સબળ પુરાવાઓ, દલીલો તેમજ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો અને સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ગોંડલના જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.પી.પુરોહિતે બંને કેસના મળી રૂ.એક કરોડ એક લાખ અઢાર હજાર ચારસૌ ચોવ્યાસી ચુકવવાની (વ્યાજ ખર્ચ સહિત) રકમ ચુકવવા ગોંડલ તાલુકા પંચાયતની જવાબદારી ઠરાવતુ હુકમનામુ પસાર કરેલ છે. તેમજ કોઇપણ વ્યકિતએ કે સંસ્થા એ પોતાના વાહનનું વેચાણ કર્યા બાદ આર.ટી.ઓ. રેકર્ડમાં ટ્રાન્સફર ન કરાવવુ અને બીજાના ભરોસે વાહન વેંચવાની ગંભીર બેદરકારી દાખવવા વાળા લોકો માટે ગોંડલની અદાલતે સીમાચિહ ન ચુકાદો આપેલ છે.

આ બંને કેસોમાં ગુજરનારના પરિવારજનો વતી ગોંડલના વકીલ ગોવિંદભાઇ દેસાઇ, યતીશભાઇ દેસાઇ, હિતેષકુમાર.ટી સાટોડીયા તથા શરદ આર.પરમાર રોકાયા હતા.

(11:55 am IST)
  • નરેન્દ્રભાઇની પ્રશ્ચિમ બંગાળના મિદનાપુર રેલીમાં જતા ભાજપના કાર્યકરોએ પોલીસ કર્મીઓ સાથે બેરહેમીથી મારઝુડ કરી : વ્યવસ્થામાં મુકાયેલા પોલીસ અધિકારી અને સહાયકોને સળિયા, ડંડા તથા ચપ્પલોથી દોડાવી-દોડાવીને માર મારતાં ૧૪ કર્મીઓ ઘાયલઃ પોલીસ કર્મીઓને બેફામ બનેલા ટોળાના સંકજામાંથી બચીને ભાગવાનો રસ્તો મળી રહયો ન હોતો access_time 11:28 am IST

  • "ભારત માતાકી જય" નાદ સાથે સંસદનું ચોમાસુ સત્ર શરૂ: દેશના વિકટ પ્રશ્નો હલ કરવા વિપક્ષોનો સહકાર માંગતા મોદી access_time 1:09 pm IST

  • રાત્રે ગ્રેટર નોઈડામાં બે બિલ્ડીંગ ધરાશયી: છ માળની બિલ્ડીંગ અને નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતા કાટમાળમાં 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા :એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી :સાંકડી ગલી હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી :છ માળની ઇમારત નિર્માણાધીન ચાર માળની બિલ્ડીંગ પર તૂટી પડી :દરેક માળમાં પાંચ ફ્લેટ હતા :સીએમ યોગીએ તંત્રને રાહતકાર્યના આપ્યા આદેશ access_time 1:24 am IST