Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

પોરબંદરના ખંભાળા જળાશયમાં ૧૯ ફુટ તથા ફોદારા જળાશયમાં પ ફુટ નવુ પાણી

પોરબંદર -આદિત્યાણા તા. ૧૮ :.. પોરબંદર જિલ્લામાં ગઇકાલે સવારથી સાંજ સુધી ઝરમર અને ઝાપટારૂપે વરસાદ ચાલુ રહેતા જિલ્લામાં પાંચ થી આઠ ઇંચ પડી ગયેલ. આજે સવારે મેઘરાજાએ વિરામ લીધો છે.

પોરબંદર નજીક ખાલીખમ ખંભાળા જળાશયમાં ડેડ વોટરથી ઉપર ૧૧ ફુટ નવા પાણી તેમજ ફોદારા જળાશયમાં પાંચ ફુટ નવા પાણીની આવક થઇ છે.

આજે સવારે સૂયૃનારાયણના અલપ ઝલપ  દર્શન થયેલ અને ત્યારબાદ  ધાબડીયું વાતાવરણ રહેલ છે. દરિયો રફ બની ગયો છે. ૪ મીટર મોંજા ઉછળી રહ્યા છે.

પોરબંદરમાં ગઇકાલે આખો દિવસ વરસાદને લીધે બપોરે બજારમાં કુદરતી કફર્યુ લાગી ગયેલ. મોટાભાગની દુકાનો બંધ રહી હતી. કેટલીક દુકાનો મોડેથી ખૂલી હતી.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૧૯૭ મી. મી. (૩૧૪ મી.મી.)  રાણાવાવ ૧૯૪ મી. મી. (૩૩ર મી.મી.) કુતીયાણા ૧૪૬ (૩૧૪ મી.મી.), ખાંભાળા જળાશય ૧૪૦ મી. મી. (ર૬૭ મી.મી.), ફોદારા જળાશય ૧૪પ મી. મી. (૩૧૩ મીમી.) ધોકડ ડેમ ૧રપ મી. મી. (૧૬૦ મી.મી.) એરપોર્ટ હવામાન કચેરી મુજબ ર૦૦,૩ મી. મી. (૩૩૭,૪ મી.મી.) નોંધાયેલ છે.

ગુરૂતમ ઉષ્ણાતામાન ર૭.પ, સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૪.પ, સે. ગ્રે. ભેજ ૯૩ ટકા, પવનની ગતિ ૧પ કી. મી. હવાનું દબાણ ૧૦૦૦,૦૪ એચ. પી.એ સૂર્યોદય ૬.૧૮ તથા સુર્યાસ્ત ૭.૩૭ મીનીટે.

(11:51 am IST)