Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઉપલેટા પાસે ૩૪ કરોડના ખર્ચે નવા બંધાયેલ પુલમાં ખાતમુર્હુત બાકી છે ત્યાં જ ગાબડા

ઉપલેટા, તા. ૧૮ : ઉપલેટાથી પસાર થતાં ભાદર નદીનો રાજાશાહી વખતનો પૂલ જર્જરીત હાલતમાં હોય અને ગમે ત્યારે ધરાશાયી થાય તે પહેલા રાજય સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયાની નવા પુલની માંગણી કરેલ હતી જે સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ.

અહીંથી ૪ તાલુકા ધોરાજી, માણાવદર, વંથલી, ઉપલેટાના ર૦૦ જેટલા ગામોના વાહનો તથા પ્રજાજનોની અવર-જવર છે.

રૂપિયા ૩૪ કરોડના ખર્ચે નવો બંધાયેલ પુલ જેમનું ઉદઘાટન પણ બાકી છે. ત્યારે ચોમાસાની સીઝનનો સામાન્ય વરસાદ પડતા આ પુલમાં ગાબડા પડેલ છે. નવા બંધાયેલા પુલ ઉપર ગાબડાઓ પડતા લોકોમાં ચર્ચાય રહ્યું છે કે આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે ? તાજેતરમાં ભાદર નદીમાં આવેલ ચેકડેમ પપ લાખના ખર્ચે બંધાયેલ રેતીના ખનિજ માફીયાઓના પાપે આ ચેકડેમ ધરાશાયી થઇ ગયેલ છે. જો આ ભાદર નદીમાંથી ખનિજ માફીયાઓ દ્વારા રેતી ચોરી કૌભાંડ અટકાવવામાં નહીં આવે તો આ નવો બંધાયેલ પુલ ભવિષ્યમાં ગમે ત્યારે ધરાશયી થઇ શકે તેમ છે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

(11:58 am IST)