Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વાંસજાળીયામાં ૪ાા ઇંચ વરસાદ

વાંસજાળીયા, તા.૧૮: અહીં ગઇકાલે સવારથી આજ બુધવાર સવાર સુધીના ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયા છે. અહીંની મીણસાર નદીમાં પૂર આવ્યા છે. પરમ દિવસે પણ એક ઇંચ થયો હતો. આમ બે દિવસમાં સાડા ચાર ઇંચ વરસાદ થતાં ખેડૂત વર્ગમાં ખૂશીની લાગણી પ્રસરી છે. જોકે બાજુનો ડાઇ-મીણસાર ડેમ હજી  પૂરો ભરાયો નથી.

(11:49 am IST)