Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મજેવડી દેવતણખી ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ પ્રસંગે વિશાળ ધર્મસભા યોજાઇ

નેજા ઉત્સવ સાથે વિશાળ રથયાત્રા નિકળી ભજન-ભોજન સત્સંગનો ત્રિવેણી સંગમ રચાયો : પૂ. હરિહરાનંદ ભારતી મહારાજનો મતઃ આસ્થાનનો વિકાસ થવો જોઇએ

ધોરાજી : ધોરાજી-જૂનાગઢ વચ્ચે આવેલ શ્રી દેવતણખીધામ-મજેવડી ખાતે અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં નેજા ઉત્સવ-રથયાત્રા-ધર્મસભા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

દેવતણખી ધામ મજેવડી ખાતે લુહાર સમાજના કુલભુષણ સંત શ્રી દેવતણખી દાદા અને લિરલભાઇ માતાજીની ચેતન સમાધી સ્થાન ખાતે દર વર્ષે અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને  દેશ ભરમાંથી લુહાર-સુથાર-પંચાલ સમાજ ના લોકો ઉમટી પડે છે. અને બે દિવસીય મહોત્સવમાં ભજન સત્સંગ રથયાત્રા અને ધર્મસભા સહિત કાર્યક્રમો યોજાઇ છે.

વિશાળ ધર્મસભામાં મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતી મહારાજ એ જણાવેલ કે મજેવડી દેવતણખીદાદા અને લિરલબાઇ માતાજીના અનેક પરચા છે ત્યારે આ સ્થાનનો વિકાસ વધુ માં વધુ થવો જોઇએ અને સમાજની એકતા વધારવા પર ભાર મુકી આશિવાંદ પાઠવેલ હતા.

રાષ્ટ્રીય સંત શ્રી અમરદાસબાપુ એ આશિવાંદ પાઠવતા જણાવેલ કે આજે અષાઢીબીજે દેવતણખી ધામમાં દેશ ભરનાં લુહાર-પંચાલ આવ્યાં છે. ત્યારે દિકરા-દિકરીઓને વધુમાં વધુ અભ્યાસ કરાવવો જોઇએ અને ઉચ્ચ હોદા ઉપર આવે તેમજ સમાજનું સંગઠન વધુમાં વધુ મજબુત બને તે માટે આશિવાંદ પાઠવેલ હતા.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ એ જણાવેલ કે મજેવડી દેવતણખી ધામ સોેરાષ્ટ્રની દેહણ જગ્યાનો પૂ. મોરારી બાપુના વરદ હસ્તે ''સ્વામી દયાલબાપા એવોર્ડ'' સાથે રૂ. સવા લાખ સાથે એવોર્ડ મળ્યો છે અને આપણા સોૈ માટે ગોૈરવની વાત છે.

આ તકે ૨૦૧૮ના મુખ્યદાતા શ્રી રમેશભાઇ સિધ્ધપુરા (સુરત) એન્કર રમેશભાઇ ચુડાસમા (સુરત) ઉમેદભાઇ મકવાણા (જેતપુર) વિગેરે એ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા અને સમાજ ને સંગઠીત થવા ભાર મુકયો હતો.

આ તકે દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહેલ ઉપપ્રમુખ વલ્લભભાઇ પીઠવા-મંત્રી રમેશભાઇ કારેલીયા સહમંત્રી પ્રવિણભાઇ દાવડા, વલ્લભભાઇ પરમાર સુરત, પ્રવિણભાઇ કારેલીયા વિગેરે ટ્રસ્ટી શ્રીઓએ ગુજરાતમાં લુહાર સમાજનો વધુમાં વધુ પ્રચારકર્તા વિશ્વકર્મા ટુડે ભાવનગરના ભરતભાઇ રાઠોડ-લુહાર, સમય અને દિવ્ય કેશરી રાજકોટના પરેશભાઇ દાવડાા તેમજ પ્રદર્શનના પ્રણેતા જેન્તીભાઇ ડોડીયાળાવાળા તથા ગુજરાતમાં ધો. ૧૨ કોમર્સમાં પ્રથમ આવનાર રૂત્વીક શૈલેષભાઇ ઉમરાણીયા સહિત ૯ જેટલા ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.

આ તકે વલ્લભભાઇ પરમાર-સુરત, નાનજીભાઇ સોલંકી, રાજુભાઇ પિત્રોડા (ગોંડલ), લવજીભાઇ વાળા (મોરબી), ભીખાભાઇ ડોડીયા (જેતપુર) ધીરજલાલ ગોહેલ (જમનાવડ), જેન્તીભાઇ પરમાર ડોડીયાળાા, મહેશભાઇગોહેલ (ચાંદલોડીયા), નિરંજનભાઇ પરમાર (રાજકોટ), જગદીશભાઇ કારેલીયા, મંછારામ , મહેશભાઇ પીઠવા, ભરતભાઇ પીઠવા, હરેશભાઇ પીઠવા વિગેરે ટ્રસ્ટીશ્રીઓએ જહેમત ઉઠાવેલ હતી.

આ સાથે બપોરે ૩ કલાકે વિશાળ રથયાત્રા વાજતે ગાજતે દેવતણખી દાદા અને લિરલબાઇ માતાજીના જીવન ચરિત્ર ની ઝાંખી કરાવતા ફલોટ સાથે રથયાત્રા નિકળેલ હતી જે મજેવડી ગામમાં ફરી દેવતણખી ધામ ખાતે પહોંચેલ અને નેજા ઉત્સવ યોજાયેલ હતો.

બે દિવસ સળંગ મહાપ્રસાદ અને ફરાળમાં હજારો લોકોએ દિવ્ય પ્રસાદનો લાભ લીધો હતો.

(11:45 am IST)