Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મોજ ડેમના નવા નીરના વધામણા

ભાયાવદરઃ ભાયાવદર, ઉપલેટા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોજ ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. મોજ ડેમ ૧૬ ફુટ પાણી જથ્થો હોય તે બે થી ત્રણ માસમાં ખલાસ થઈ જાય તેવી સ્થિતિમાં મોજ ડેમમાં ફકત બે દિવસમાં ૨૨ ફુટ પાણીની ધીંગી આવક થતા અત્યારે સપાટી ૩૭ ફુટે પહોંચેલ છે. નવા આવેલ નીરની ખુશીમાં ડેમ સાઈટ ઉપર જઈને નગરપાલિકાના પ્રમુખ રેખાબેન માકડીયા, ઉપપ્રમુખ બાઘાભાઈ ખાંભલા, અનિલભાઈ રાડીયા તેમજ અન્ય સદસ્યોએ પ્રમુખના હસ્તે શ્રીફળ પધરાવીને નવા નીરના વધામણા કરેલ હતા

(11:44 am IST)