Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

પગાર પ્રશ્ને જોડીયાના સફાઇ કામદારોની ર૩ દિ'થી હડતાળ

જોડીયા, તા., ૧૮: જોડીયા ગ્રામ પંચાયતના સભ્યોની મીટીંગ સરપંચની રૂબરૂમાં ભુગર્ભ ગટરના પ્રશ્ન સંબંધે તથા સફાઇ કામદારોની હડતાળની બાબતની ચર્ચા વિચારણા માટે મળેલ હતી.જોડીયા ગ્રામ પંચાયતે ભુગર્ભ ગટર યોજના સંભાળવા અંગે આજ દિન સુધી પંચાયતની બેઠકમાં ઠરાવ કરેલ નથી. માત્ર સરપંચની સહી કરેલ છે. જે માન્ય ગણી શકાય નહી.ભુગર્ભ ગટર યોજના સંપુર્ણ રીતે ચાલુ કરાવી ૦૧ વર્ષ માટે ટ્રાયલ કરાવીને તથા આ યોજના અંગેના થતા ખર્ચની પુરતા પ્રમાણમાં ગ્રાંટ આપવામાં આવે તો આ યોજના જોડીયા ગ્રામ પંચાયત સહમત છે. અથવા તો આ યોજના કોન્ટ્રાકટ સીસ્ટમથી આપવામાં આવે તો જોડીયા ગ્રામ પંચાયત સહમત છે.

તા.૩૦-૬-ર૦૧૬ના રોજ મળેલ સભામાં થયેલ ઠરાવમાં દર્શાવ્યા મુજબ ભુગર્ભ ગટર અંગેના કોઇ પણ મુદાનીલ પુર્તતા જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવેલ નથી.

ગ્રામ પંચાયતના સફાઇ કામદારો પોતાનો ચડત પગાર મેળવવા માટે હડતાળ ઉપર છે. આ ગ્રામ પંચાયતને સરકાર તરફથી ઓકટ્રોય ગ્રાંટ મળ્યે તેઓને ઓફીસ ગ્રાંટના પ્રમાણે તુરત જ પગાર કરી આપવામાં આવે. ર૬ જુનથી સફાઇ કામદારો પગાર પ્રશ્ને પ્રતિદિન ગ્રામ પંચાયત કચેરીમાં પ્રતીક ધરણા યોજી રહયા છે.

(11:43 am IST)