Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગોંડલના બીલીયાળામાં પ્રૌઢ જીવનભાઇ બગથરીયાનો ફાંસો ખાઇ આપઘાત

વાડીમાં જીઇબીના થાંભલા સાથે ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી લીધીઃ કારણ અંગે તપાસ

તસ્વીરમાં વાળંદ પ્રૌઢનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોડલ)

ગોંડલ તા.૧૮: ગોંડલ તાલુકાના બીલીયાળા ગામની સીમમાં વાળંદ પ્રોઢએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના બિલીયાળા ગામે રહેતા જીવનભાઇ ગાંડુભાઇ બગથરીયા (ઉ.વ.૫૦)એ સીમની વાડીમાં જીઇબીના સબસ્ટેશનના થાંભલા સાથે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પી.એમ.માટે ગોડલ હોસ્પીટલમાં ખસેડેલ છે તાલુકા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)