Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નિકાવામાં ૧૨ કલાકમાં ૧૦ ઇંચઃ ઉન્ડ ૪ ડેમ ઓવરફલો

નિકાવા, તા.૧૮: કાલાવડ તાલુકાના નિકાવા ગામે એક જ રાતમાં ૧૨ ઇંચ જેવો વરસાદ પડતાં નિકાવા તેમજ આજુ બાજુના વિસ્તારને પીવાનું પાણી પુરૃં પડતો નિકાવાનો ઉન્ડ ૪ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ડેમ ઓવરફલો થતા નિકાવા તેમજ આજુ બાજુના ગામોમાં ખૂશીની લહેર ફેલાયેલ હતી. ડેમના નવા નીરને વધવા વહેલી સવારે ચાલુ વરસાદે બહોળી સંખ્યામાં ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા. આ તકે નિકાવાના સરપંચ રાજુભાઇ મારવીયા તેમજ પંચાયતના સદસ્યો દ્વારા ડેમ ખાતે નારિયળ અને ચૂંદડી પધરાવી નવા નીરને વધાવેલ હતા.

(11:42 am IST)