Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાતથી ધીમો પડેલો મેઘોઃ કોડીનાર-માંગરોળ ૨, લાલપુર ૧II, માળીયાહાટીના ૧ ઈંચ

સોરઠ, ગીર, હાલાર, પોરબંદર વિસ્તારમાં સૂપડાધારે આખો દિ' વરસ્યા બાદ રાત્રે રોકાયોઃ જો કે ભારે ડોળ યથાવત

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઈ ગયુ છે. મેઘરાજાએ જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જીલ્લામાં સુપડાધારે વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી - પાણી થઈ ગયુ છે.

ગઈ રાત્રીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા ધીમા પડયા છે. જો કે ડોળ યથાવત છે.

કાલે સાંજથી આજે સવાર સુધીમાં કોડીનાર, માંગરોળમાં ૨ ઈંચ, લાલપુરમાં દોઢ ઈંચ, માળીયાહાટીનામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે સવારે રાજકોટ, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળીયા, જામનગર, કાલાવડમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહ્યો છે.

કોડીનારમાં રાત્રીના ૨ ઈંચ વરસાદ પડતા શીંગોડા ડેમના ૨ દરવાજા ખોલવામાં આવ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે.

પાટડી તાલુકાના વિસાવડી અને આદરીયાણામાં વરસાદના કારણે બન્ને ગામની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા જૈનબાદમાં નાના ભુલકાઓ છત્રીઓ લઈને શાળાએ જતા જોવા મળ્યા હતા.

બીજી બાજુ વરસાદની રાહમાં બેઠેલા ધરતી પુત્રોની વરસાદના આગમનથી ચિંતા હળવી બની છે. આમ સર્વત્ર વરસાદના પગલે જૈનાબાદ, વિસાવડી, આદરીયાણા અને પાટડી પંથકમાં ખેતી પાકનું ચિત્ર સુધરતુ જોવા મળ્યુ છે.

ચુડાના છલાળા-બલાળાના કોઝવેનું ધોવાણ

ચુડા તાલુકાના છલાળા અને બલાળા બે ગામોને જોડતો એક માત્ર કોઝવેનું પાણીના ધસમસતા વહેણમાં ધોવાણ થવા પામ્યુ છે. વરસાદી પાણીમાં કોઝવેનું ધોવાણ થઈ જતા છલાળા અને બલાળા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

કોઝવે પૂલની સુવિધા ઝુંટવાતા બન્ને ગામના લોકોને આવન-જાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. કોઝવે પૂલના ધોવાણ બાબતે ગ્રામજનોએ સ્થાનિક તંત્રને જાણ કરીને કામચલાઉ સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી છે. કોઝવેનું ધોવાણ થતા વજન ઉંચકીને જતા રાહદારીઓને વધુ મુશ્કેલી પડી રહી છે.

ચોટીલા પંથકમાં અનરાધાર છ ઈંચ વરસાદ ખાબકયોઃ દોઢ ડઝન ગામોમાં અંધારપટ

ચોટીલા પંથકમાં અનરાધાર છ ઈંચ વરસાદ ખાબકયો હતો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આ પાણી ભરાયા હતા. જીઈબીના એક ડઝનથી વધુ ફીડરમાં ક્ષતિ સર્જાતા અંદાજે દોઢ ડઝન ગામોએ સોમવારે રાત્રી અંધારપટમાં વિતાવી હતી.

જો કે તંત્રએ મીકેનીકલની ટીમોને દોડાવી મંગળવાર બપોર સુધીમાં તમામ ફીડરોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો. જેમાં ખાસ કરીને ખેતીવાડીના ૪ ફીડરમાં હજુ પણ વીજ પુરવઠો બંધ હોવાનું જાણવા મળ્યુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભૂમી દ્વારકા

ભાણવડ

૧૧૪  મી.મી.

દ્વારકા

૫૭   ''

કલ્યાણપુર

૧૧૭  ''

ખંભાળીયા

૪૧૨  ''

જૂનાગઢ

ભેંસાણ

૨૭  મી.મી.

જૂનાગઢ

૭૩  ''

કેશોદ

૧૫૫  ''

માળીયાહાટીના

૧૯૧  ''

માણાવદર

૨૮૩  ''

માંગરોળ

૨૧૦  ''

મેંદરડા

૧૬૪  ''

વંથલી

૧૫૫  ''

વિસાવદર

૩૪''

પોરબંદર

પોરબંદર

૧૫૭  મી.મી.

રાણાવાવ

૧૯૪   ''

કુતિયાણા

૧૪૬   ''

જામનગર

જામનગર

૧૦૩  મી.મી.

કાલાવડ

૬૫''

લાલપુર

૧૮૯''

જામજોધપુર

૧૪૭''

ધ્રોલ

૧૫''

જોડિયા

૧૭''

ગીર સોમનાથ

વેરાવળ

૧૩૩ મી.મી.

તાલાલા

૧૧૭''

સુત્રાપાડા

૯૮''

કોડીનાર

૧૦૫''

ઉના

૧૩૪''

ગીર

૧૨૮''

અમરેલી

બગસરા

૫   મી.મી.

જાફરાબાદ

૯૮''

ખાંભા

૪૨''

રાજુલા

૧૫''

સાવરકુંડલા

૧૭''

કચ્છ

અબડાસા

૨૫  મી.મી.

અંજાર

૧૯''

ભચાઉ

૧૬''

ભૂજ

૩૫''

ગાંધીધામ

૩૧''

લખપત

૮''

માંડવી

૮૧''

મુંદ્રા

૨''

નખત્રાણા

૧૭''

રાપર

૬''

મોરબી

હળવદ

૩૧  મી.મી.

મોરબી

૯''

ટંકારા

૭''

માળીયાહાટીના

૮''

ભાવનગર

ભાવનગર

૫  મી.મી.

શિહોર

૫''

ઘોઘા

૧૫''

વલ્લભીપુર

૫''

મહુવા

૩૦''

ગારીયાધાર

૧૧''

જેશર

૪''

ઉમરાળા

૩''

રાજકોટ

ધોરાજી

૨૮  મી.મી.

ગોંડલ

૫''

જામકંડોરણા

૧૪''

જેતપુર

૭''

લોધીકા

૨૪''

ઉપલેટા

૨૮''

રાજકોટ

૫''

પડધરી

૮''

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

૮   મી.મી.

થાનગઢ

૧૯''

લીંબડી

૨૪''

મુળી

૨૨''

વઢવાણ

૨૩''

 

(11:08 am IST)