Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ખંભાળીયા વિસ્તારના તમામ જળાશયોમાં નવા નિરઃ સિંહણ છલકાયો

એક જ દિ'માં રર ફુટનો ડેમ ભરાઇ ગયોઃ ગઇકાલ આખા દિ'માં ૧૮ ઇંચ વરસાદથી બોર-કુવાઓ પણ રીચાર્જઃ મહાપ્રભુજી બેઠકજી પાસે નદીમાં ઘોડાપુરથી ભાવિકો ફસાતા રેસ્કયુ કરાયું: પ્રથમ વરસાદે શહેરના રસ્તાઓ ધોવાઇ ગયા

ખંભાળીયા, તા. ૧૮ : તાલુકામાં ગઇકાલે મંગળવારે સચરાચર પંદર ઇંચ ી સુધીના વરસાદના કારણે તમામ જળાશયો નવા નીરથી તર-બતર બન્યા છે.

ખંભાળીયા-જામનગર રોડ પર ધીંગી ધારે વરસાદના કારણે મહતવના એવા સિંહણ ડેમની ડેડ વોટર લેવલ ઉપરથી સપાટીમાં ઉપરની નદીઓ છલકાઇ જતા એક જ દિવસમાં રર ફૂટનો આ ડેમ ઓવરફલો થઇ ગયો હતો. જેના કારણે નાના ગામડાઓનો પાણી પ્રશ્ન એકજ દિવસમાં ધોવાઇ ગયો છે.

આ ઉપરાંત ખંભાળીયા શહેર ઉપરાંત સિંચાઇ માટે પાણી પુરૂ પાડતા ધી ડેમમાં ઉપરવાસના મુશળધાર વરસાદના કારણે ચાર ફૂટ જેટલું નવું પાણી આવી જતાં નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

આ સાથે રામનાથ-ખામનાથ વિસ્તારની નદી બે કાંઠે થઇ જતાં ખામનાથ મહાદેવ મંદિર નજીકની ચેકડેમ (પાજ) ઉપરથી પાણી વહેવા લાગતા આ છલોછલ નદીનો અલભ્ય નજારો નયનરમ્ય બની રહ્યો હતો.

ગઇકાલના અવિરત અને ધોધમાર વરસાદના કારણે તાલુકાના તમામ જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થઇ છે. અનેક નાના ચેકડેમો છલકાઇ ગયા છે. જયારે બોર-કૂવાઓ પણ રિચાર્જ થઇ ગયા છે.

ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે મંગળવારે મુશળધાર વરસાદના કારણે શહેરની પાદરમાં સ્થિત સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠકમાં ભારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ખંભાળીયાની મહાપ્રભુજીની બેઠકજી ખાતે ગઇકાલે ખાસ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ-બહેનો જોડાયા હતા, પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે બેઠકજી પાસેથી પસાર થતી નદીમાં એકાએક ધમમસતા પાણીને કારણે પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા. પરિણામે લાંબો સમય સુધી વૈષ્ણવ ભાઇઓ-બહેનો બેઠકમાં સફાઇ ગયા હતાં.

આટલું જ નહીં, બેઠકજીમાં ગીરીરાજજી સુધી જળસ્તર પહોંચી જતા બેઠકના મુખ્યાજી-વૈષ્ણવોએ નીજ મંદિર પાસે જરૂરી વ્યવસ્થા હાથ ધરી હતી.

આ પરિસ્થિતિ સામે નગરપાલિકાના ચીફ ઓફીસર એ.કે. ગઢવીની સુચના મુજબ ફાયર બ્રિગેડ સ્ટાફે દોડી જઇ, રેસ્કયુ અંગેની જહેમત ઉઠાવી હતી. મોડી સાંજે પાણી ઓસરતા વૈષ્ણવોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

ભારે વરસાદ તથા નજીકના પુલના કારણે પુર જેવી પરિસ્થતિમાં આ વિસ્તારના ધરમપુર ખાતે આહીર સિંહણ રોડ પાણી ભરાઇ જતા ચારેક કલાક સુધી બંધ રહ્યો હતો. જેથી વાહન ચાલકો, સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીમાં મૂકાઇ ગયા હતાં.

મીલીભગતની પોલ ખુલી ??

ખંભાળીયા પંથકમાં સોમવારે રાત્રીના શરૂ થયેલો મુશળધાર વરસાદ મંગળવારે રાત્રી સુધી અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આ મોસમના પ્રથમ ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ ધોવાઇ ગયા છે.

શહેરમાં નવા જ બનાવવામાં આવેલા ડામર રોડ, સી.સી. રોડ પર ભ્રષ્ટાચારના પોપડાઓ ઉખડી રહ્યાં હોય તેમ ઠેર-ઠેર ખાડાઓ થઇ ગયા છે. અહીંના નવા જ બનાવવામાં આવેલા શારદા સિનેમા રોડ-નવાપરા રોડ પર બે મહિને પણ અધુરા રહી ગયેલા ડામર રોડની કાંકરીઓ ઉખડીને ધોવાઇ ગયા છે. આટલું જ નહિં નવા સી.સી. રોડ પર પણ ગાબડા થઇ જતાં નગરજનોની હાલત બદતર બની રહી છે. અહીંના લુહાર શાળ સહિતના વિસ્તારોમાં અુધરા રહેલા રોડના કામોના કારણે ફૂટ-ફૂટના ખાડાઓ સર્જાઇ જતા નગરજનોની હાલાકી બેવડાઇ છે.

હાલાકી ભર્યા દૃશ્યો  જનજીવન અસ્તવ્યસ્ત

ખંભાળીયા પંથકમાં છેલ્લા દોઢ દિવસના અવિરત વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. છેલ્લા સતત વરસેલા અઢાર ઇંચની વધુ વરસાદના કારણે આજે બીજા દિવસે પણ સુર્યનારાયણના દર્શન થયા નથી.

બજારો-સ્કૂલો બંધ

ગઇકાલના મુશળધાર વરસાદના કારણે આજોરજો શહેરની શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણકાર્ય બંધ રાખ્યું. આ ઉપરાંત અવિરત વરસાદના કારણે વેપારીઓએ તેમના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતાં અને ભારે વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી.

વિજપુરવઠાની આવન-જાવન

વરસાદના પગલે ગઇકાલે લાંબો સમય વિજપુરવઠો ખોરવાઇ ગયો હતો. દિવસ દરમ્યાન અવાર-નવાર વિજપુરવઠાની આવ-જાના કારણે નગરજનોમાં રોષની લાગણી વ્યાપી હતી.

વરસાદના કારણે ગત રાત્રીના ચોમાસાની જીવાતનો ઉપદ્રવ બધી જતા લોકો ભારે હાલાકીમાં મૂકાઇ ગયા હતાં.

રેલવે વ્યવહાર ખોરવાઇ  જતા તંત્ર દ્વારા બસ દોડાવાઇ

ખંભાળીયા-જામનગર રેલવે લાઇન પર કાનાલુસ ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થઇ જતાં ઓખા-જામનગર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ગઇકાલે બપોરે સૌરાષ્ટ્ર મેઇલ અપ અને ડાઉન બન્ને રદ થતાં રેલ્વે તંત્ર દ્વારા મુસાફરો માટે ખાસ બસો દોડાવવામાં આવીહતી. આ સાથે અન્ય લોકલ ટ્રેનો પણ રદ કરાતા અનેક મુસાફરો હાલાકીમાં મુકાઇ ગયા હતાં.(૮.પ)

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સવારે સાત વાગ્યા સુધીનો વરસાદ

સમય

ભાણવડ

દ્વારકા

કલ્યાણપુર

ખંભાળીયા

મંગળવાર બપોરે ૧ર-ર

૬૪

ર-૪

૪૦

૧૭

પપ

૪-૬

પર

૧૩

૧રપ

૬-૮

૧૧

૧૪

૧પ

૮-૧૦

૪૪

૧૦-૧ર

૩પ

બુધવાર

સવારે ૭ર-૭

 

 

 

 

ટોટલ

૧૦૮

પર

૩૮

૩૪પ

મોસમનો વરસાદ

ર૦૦

૬૭

૧૩પ

૪૬૬

(11:04 am IST)