Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચુડાના છલાળા-બલાળાના કોઝવેનું ધોવાણ: બંને ગામના લોકોને આવવા જવામાં મુશ્કેલી

ચૂડા તાલુકાના છલાળા અને બલાળા બે ગામોને જોડતો એકમાત્ર કોઝવેનું પાણીના ધસમતા વહેણમાં ધોવાણ થવા પામ્યુ છે. વરસાદી પાણીમાં કોઝવેનું ધોવાણા થઈ જતા છલાળા અને બલાળા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

  કોઝવે પુલની સુવિધા ઝુંટવાતા બંને ગામના લોકોને આવન જાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. કોઝવે પુલના ધોવાણ બાબતે ગ્રામજનોએ સ્થાનીક તંત્રને જાણ કરીને કામ ચલાઉ સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી છે. કોઝવેનું ધોવાણ થતાં વજન ઉંચકીને જતા રાહદારીઓને વધુ મુશ્કેલી પડી રહી છે.

(9:00 pm IST)