Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબી સિરામિક ફેક્ટરીમાંથી ૪.૧૩ લાખની ટાઈલ્સ મંગાવી પેમેન્ટનો ધુંબો મારી દીધો

ફેક્ટરી સંચાલકે અજાણ્યા ઇસમ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

મોરબીની સિરામિક ફેકટરીમાં એક શખ્શે  મોબાઈલ મારફત સંપર્ક કરીને ટાઈલ્સ મંગાવી હોય સુરત ટાઈલ્સ મંગાવી બાદમાં પેમેન્ટ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હોય જેથી ફેક્ટરી સંચાલકને છેતરપીંડી થયાનું માલૂમ પડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
   મોરબીના જેતપર રોડ પરની સેફોન સિરામિકમાં ભાગીદાર કાલિદાસ ઉર્ફ કારૂભાઇ જાદવજીભાઈ માકસણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની ફેકટરીમાંથી ૪ લાખથી વધુનો ટાઈલ્સનો માલ મંગાવીને ૦૧-૦૯-૨૦૧૯ થી ૧૮-૦૬-૨૦૨૧ દરમિયાન છેતરપીંડી આચરવામાં આવી છે જેમાં તેને એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં જગદીશ જોગાણી બોલું છું કહીને સામેની વ્યક્તિએ ઓળખ આપી હતી જેમાં તે સુરતમાં રાધે એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવી સરકારી પ્રોજેક્ટમાં મટીરીયલ્સ સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું અને પેમેન્ટ સિક્યુરીટી પેટે ચેક મોકલવા જણાવીને એ યુ સ્મોલ ફાયનાન્સ બેન્કનો સિક્યુરીટી પેટે કોરો ચેક મોકલ્યો હતો જેથી જીજે ૩૬ ટી ૪૪૪૫ વાળી ટ્રકમાં ૧૪૫૦ બોક્સ ટાઈલ્સના લોડીંગ કરી આપ્યા હતા અને બાદમાં પેમેન્ટ માટે ફોન કરતા યોગ્ય જવાબ મળતો ના હતો અને સિક્યુરીટી ચેક બાબતે નોટીસ આપી પરંતુ સુરતમાં રીસીવ થઇ ના હતી અને બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દઈને ૧૭૫૦ બોક્સ ટાઈલ્સ જેની કીમત રૂ ૪,૧૩,૮૨૬ ની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ચીટીંગ અંગે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(9:31 pm IST)