Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ સંપન્ન

મોરબી : શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના આદેશ મુજબ વર્ષ ૨૦૨૦ ના બદલી કેમ્પ ઓવર સેટ અપ, ઓનલાઈન તાલુકા આંતરિક કેમ્પ બાદ ખાલી રહેતી જગ્યા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકોનો બદલી કેમ્પ ધ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં ધો.૧ થી ૫ ની ૧૮૪ ખાલી જગ્યાના ૪૦ ટકા લેખે ભરવા પાત્ર ૮૮ જગ્યા પૈકી ૩૯  જગ્યા ભરવામાં આવી. ભાષાની ૪૬ ખાલી જગ્યાના ૪૦% પૈકી ભરવા પાત્ર ૨૪ જગ્યામાંથી ૨૪  જગ્યા ભરવામાં આવી હતી. સામાજિક વિજ્ઞાનની ૫૩ ખાલી જગ્યાના  ૪૦ % જગ્યા પૈકી ૨૨ જગ્યાઓ ભરવાની હતી જે પૈકી ૨૨ જગ્યા ભરાયેલ છે. ગણિત વિજ્ઞાન વિષયની ૫૪ જગ્યા પૈકી ૪૦ % મુજબ ૨૨ જગ્યા ભરવાની હોય જે પૈકી ૨૨ જગ્યાઓ ભરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા અને મહામંત્રી કિરણભાઈ કાચરોલા, પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઈ હુંબલ તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ વડાલીયા દ્વારા સમગ્ર કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું. તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સી.સી. કાવર, દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુંબલ, દિપાબેન બોડા તેમજ યોગેશભાઈ કડીવાર અને તમામ તાલુકાની શિક્ષણ શાખાઓના સ્ટાફે જહેમત ઉઠાવી જિલ્લા ફેર બદલી કેમ્પને સફળ બનાવ્યો હતો.

(9:25 pm IST)