Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબીના ટીપીઈઓને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સોપાયો

શિક્ષણ વિભાગના આદેશ અન્વયે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી સી કાવરને મોરબી નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે જેના અનુભવનો પ્રાથમિક શિક્ષણ પરિવારના વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનો નિરાકરણ માટે લાભ મળતો રહેશે
જેથી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સી સી કાવરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મોરબી તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખાને મોરબી તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો વતી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ સંદીપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણિયા દ્વારા વિઘ્નહર્તા-બળપ્રદાતા દેવ, વિદ્યા- શક્તિ પ્રદાતા દેવીની તસ્વીર અર્પણ કરવામાં આવી હતી

(9:23 pm IST)