Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જૂનાગઢ-૨, ખડિયા અને ધ્રોલમાં-૧ાા, મોટી પાનેલીમાં પોણો ઈંચ વરસાદઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધીમી ધારે

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનુ આગમન થયુ છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

આજે સવારના ૧૦થી બપોરના ૨ વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં ૨ ઈંચ વરસાદ પડયો છે, જ્યારે જૂનાગઢ નજીકના ખડીયા ગામમાં દોઢ ઈંચ વરસાદ પડયો છે.

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પોણો ઈંચ વરસાદ પડયો છે. બોટાદમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. જૂનાગઢ જીલ્લાના ભેંસાણ અને મેંદરડામાં વરસાદી ઝાપટા પડયા છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધીમી ધારે વરસાદ પડયો છે.

(4:13 pm IST)