Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સિહોર પાસે નેરાના ધસમસતા પાણીમાં માતા-પુત્રી તણાયાં : માતાનો બચાવ

ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે બ્રહ્મકુંડ પાસે આવેલા કુંવરબાઇના નેરામાં પણ ધસમસતું પાણી આવ્યું હતું. ભરવાડપા વિસ્તારમાં રહેતા રાધાબેન શામજીભાઇ જોગરાણા તેમની આઠ વર્ષીય પુત્રી ધર્મિષ્ઠા પૂરમાં તણાયા હતા. માતાનો હાથ છુટી જતાં માસૂમ પુત્રી પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જયારે, માતાનો આબાદ બચાવ થયો હતો.

(12:34 pm IST)