Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

માળિયાહાટીના નારણભાઇ ભેટારિયાની જિલ્લા ભાજપ ઉપપ્રમુખપદે વરણી

માળીયા હાટીના,તા. ૧૮: જૂનાગઢ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ તરીકે માળીયાહાટીના આહીર સમાજના આગેવાન નારણભાઇ ભેટારિયાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લામાં વિવિધ હોદેદારોની નિમણુક કરેલ છે જેના જૂનાગઢ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે માળીયાહાટીના તાલુકાના વાંદરાવડ ગામના આગેવાન અને આહીર સમાજના આગેવાન વરસોથી ભાજપ સાથે જોડાયેલા એવા નારણભાઇ શરમણભાઇ ભેટારીયાની વરણી કરાઇ છે. આ વરણી માટે નારણભાઇને અભિનંદન મળી રહ્યા છે.

(11:46 am IST)