Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સુરેન્દ્રનગરમાં ચોરી કરનારા દામનગરના બે સગા ભાઇ ઝડપાયાઃ મોજશોખમાં પૈસા વાપર્યા

વઢવાણ, તા,. ૧૮: તાજેતરમાં  ગઇ તા.૩૧-૧-ર૦ર૧ના સુરેન્દ્રનગર ભારત પેટ્રોલ પંપની બાજુમાં પંચવટી કોમ્પ્લેક્ષમાં આવેલ શકિત ઇલેકટ્રીક સ્ટોર્સ દુકાન નં. ૧૪ તથા કોમ્પ્લેક્ષમાં આવેલ અન્ય દુકાનોના સટરના નકુચા કાપી દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટરના ખાનાના લોક તોડી રોકડા રૂ. ૨૨,૦૦,૦૦૦ની ચોરી કરેલ હોય જે અંગે સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૬૨૧૦૦૩૫ ઇ.પી.કો.  કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો રજી. કરવામાં આવેલ છે.

તપાસના અંતે સદર ગુન્હામાં આરોપીઓ (૧) અરવિંદભાઇ ઉર્ફે રાજુ હિંમતભાઇ મોહનભાઇ મકવાણા ચુ.કોળી (ઉ.વ.૩ર) તથા (ર) વિજયભાઇ ઉર્ફે કાદર  હિંમતભાઇ મકવાણા ચુ.કોળી (ઉ.વ.૩૪) રહે. બંને મુળ ગામ-દામનગર શાક માર્કેટ પાછળ, કાળકા માના મઢ પાછળ તા. લાઠી જી.અમરેલી હાલ રહે. શિહોર, રામનગર પ્લોટીંગ વિસ્તાર, અમુલ દુધની ડેરીની સામે જી.ભાવનગર વાળાઓ સંડોવાયેલ હોય અને આ ગુનો કર્યા પછી નાસ્તા ફરતા હોવાનું જણાય આવેલ જેથી આ કામે મજકુર ઇસમોને પ્રથમ રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા ભાંગી પડેલ અને આ ચોરીનો ગુનો કરેલ હોવાની કબુલાત આપે છે.

મજકુર બન્ને ઇસમોને પુછપરછ કરતા અમો બન્ને ભાઇઓએ મળી શકિત ઇલેકટ્રીક સ્ટોર્સ દુકાન નંબર ૧૪ તથા કોમ્પલેક્ષમાં આવેલ અન્ય દુકાનોના સટરના નકુચા કાપી દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટરના ખાનાના લોક તોડી રોકડા રૂ. રર,૦૦,૦૦૦ની ચોરીની કબુલાત આપે છે તેમજ આરોપી અરવિંદભાઇ ઉર્ફે રાજુ હિંમતભાઇ મકવાણાએ જણાવેલ છે કે પોતાને ભાગે આ ચોરીમાંથી રોકડા રૂ. ૪,૦૦,૦૦૦ આવેલ જેમાંથી તેણે સોના-ચાંદીના દાગીના કિ. રૂ. ૧,પ૩,૦૦૦ તથા આઇફોન મોબાઇલ એક કિ. રૂ. પ૦,૦૦૦ તથા એકટીવા કિ. રૂ. ૩ર,૦૦૦ તથા રીઇલમી મોબાઇલ એક જેની કિં. રૂ. ૭પ૦૦ એમ મળી કુલ કિ. રૂ. ર,૪ર,પ૦૦  તથા રોકડા રૂપીયા ૨૧,૨૨૦ છે તેમજ બાકીના પૈસા મોજશોખમાં વાપરેલાની કબુલાત આપેલ.

તેમજ આરોપી વિજયભાઇ ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા જણાવેલ છે કે આ ચોરીમાંથી તેને રોકડા રૂ. ૧૮,૦૦,૦૦૦  આવેલ જે ચોરીના પૈસામાંથી બોટાદમાં પાવર હાઉસ પાસે પરેશભાઇ પટેલનું એક મકાન હતું તે રૂ. ૬,૦૦,૦૦૦ માં ખરીદ કરેલ તેમજ તેના દસ્તાવેજ અને કાગળના ખર્ચ પેટે રૂ. પપ૦૦૦ એક વકીલને આપેલા હતા. તથા મોટા દેવળીયા, દડવા-બાબરા રોડ ઉપર આવેલ અન્નપુણા હોટલ ભાડે રાખેલ જે હોટલમાં રૂ. ૧,પ૦,૦૦૦નો ખર્ચ કરેલ હતો. તેમજ તેઓના મોટાભાઇ પરેશભાઇ સાત આઠ વર્ષ પહેલા મરણ ગયેલ જેની લીલ પરણાવવાની વીધીમાં રૂ. ૩૦,૦૦૦નો ખર્ચ કરેલ તેમજ દામનગરમાં  સુરઘનદાદાના મંદીરનો ઓટલો બનાવવામાં રૂ. રપ,૦૦૦નો ખર્ચ થયેલ તથા અગાઉની ચોરીમાં છુટવા માટે વકીલોની બાકી ફી રૂ. પ૦,૦૦૦ ભરેલ હતી. તેમજ તેના પત્નીની બે જોડી બુટી કી. રૂ. ૧,૦૦,૦૦૦માં ખર્ચ થયેલ તેમજ રૂ. ૧૦,૦૦૦નો મોબાઇલ ફોન ખરીદ કરેલ તથા મો.સા.ના હપ્તો કી. રૂ. પ૦૦૦ તથા કપડા તથા ઘરખર્ચમાં રૂ. પ૦,૦૦૦ વપરાયેલ તેમજ બાકીના રૂ.૧,પ૭,૦૦૦ રોકડા આ ચોરીના વઘેલાની કબુલાત આપે છે.

આ કામે આરોપી અરવિંદભાઇ ઉર્ફે રાજુ હિંમતભાઇ મોહનભાઇ મકવાણા વાળા પાસેથી ચોરીના રોકડા રૂ. ર૧,રર૦ તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ મોબાઇલ ફોન કી. રૂ. પ૦૦૦ તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ સોના-ચાંદીના દાગીના જેમાં સોનાની વીટી નંગ-૪, ચેઇન, પેંડલ તથા ચાંદીની લક્કી કિ. રૂ.૧,ર૧,૬૦૦ તથા આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ચીજવસ્તુ કબજે કરેલ છે. તેમજ આરોપી વિજયભાઇ ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા પાસેથી ચોરીના રોકડા રૂ. ૧,પ૮,૦૦૦ તથા ચોરીના પૈસામાંથી ખરીદ કરેલ મોબાઇલ ફોન કી. રૂ. પ૦૦૦ વિગેરે મળી કુલ રૂ. ૩,૧૦,૮ર૦નો મુદામાલ કબજે કરી મજકુર આરોપીને ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે સુ.નગર સીટી એ ડીવી. પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામેપકડાયેલ આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. મજકુર આરોપીઓ અગાઉ દામનગર, ભાવનગર, અમરેલી, પાલીતાણા વિગેરે પોલીસ સ્ટેશનોમાં ચોરીઓમાં પકડાઇ ગયેલ છે. 

ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી સુરેન્દ્રનગર તથા પો.સબ. ઇન્સ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા ઋતુરાજસિંહ નારસંગભા તથા પો.હેઙ કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ  તથા અશ્વીનભાઇ ઠારણભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇએ રીતેની ટીમ દ્વારા ચર્ચાસ્પદ ચોરીના નાસતા ફરતા બે આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડેલ છે.

ચુલીમાં ૪૭ હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

એલસીબી ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવેલ કે ભરતભાઇ લાભુભાઇ લોદરીયા કોળી રહે. સુખપર તા.હળવદએ ચુલી ગામની સીમ, રેલ્વે કવાટર્સ સામે ખરાબાની જગ્યામાં આવેલ મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. બાતમીવાળા ખરાબાના મકાને રેઇડ કરતા સદરહું ખરાબામાં આવેલ મકાનમાંથી (૧) કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર પ૦૦ મીલી ટીન નંગ-૪૦૮ કી. રૂ.૪૦,૮૦૦ (ર) કેરવ ડ્રાય જીન ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-ર૩ કી. રૂ. ૬૯૦૦ મળી કુલ રૂ. ૪૭,૭૦૦નો મુદામાલ મળી આવેલ. ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:45 am IST)