Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કચ્છમાં ભારે ગરમી અને બફારા વચ્ચે ભચાઉ રાપરમાં છૂટો છવાયો તોફાની વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮: કચ્છમાં અત્યારે ભારે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળા વાદળો અને વરસાદી ગરમી જેવા માહોલમાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

તે વચ્ચે કાલે સાંજે રાપરના નીલપર પંથકના ગામોમાં અને ભચાઉના ચોબારી તેમ જ મોગલધામ કબરાઉ પંથકમાં છૂટો છવાયો તોફાની વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી વહી ગયા હતા.

(11:53 am IST)