Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મહુવા પંથકના બે તસ્કારો ઝડપાયા : ચાર ચોરીનો ભેદ ઉકેલતી ડુંગર પોલીસ

સાવરકુંડલા,તા.૧૮ : અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય, તથા નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરી  તથા સર્કલ પો.ઇન્સ સા. જી.આર.રબારી  દ્વારા અગાઉ બનેલ ધરફોડ ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેકટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓના   ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ડુંગર પો.સ્ટેના પો.સ.ઈ.  એમ.એસ.ગોહેલ તથા HC- જગદીશભાઇ રાઠોડ તથા HC-મહેન્દ્રભાઇ સોલંકી તથા PC અલ્પેશભાઇ શિયાળ તથા PC-મુકેશભાઇ તથા ભ્ઘ્-લિલેષભાઇ બાબરીયા વિ.પો.સ્ટાફ ડુંગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન કે માંડળ ગામે આવેલ ગણપતભાઇ દુદાભાઇની વાડીમાં ભાગ્યુ રાખીને રહેતો ઓથા ગામનો સુરેશભાઇ એભલભાઇ બારૈયાએ માંડળ ગામે ભાગવી રાખેલ ગણપતભાઇની વાડીએ ચોરી કરેલ મોટરસાયકલ રાખેલ હોય તેવી  બાતમી મળતા સુરેશભાઇ એભલભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.ઓથા તા.મહુવા, રાજુભાઇ જસાભાઇ જેઠવા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.વાલાવાવ તા.મહુવાને ઝડપી લઇએક હીરો હોન્ડા કંપનીનુ જુનુ સ્પલેન્ડર મોડલનુ કાળા કલરનુ લાલ બ્લુ સફેદ પટ્ટાવાળુ નંબર વગરનુ જેના ચેસીસ નંબર 07L16F11668 તથા એન્જીન નંબર 07L15E17616 ના છે. જેની કીં રૂ. ૧૦,૦૦૦/-નુ તથા (૧) એક સોનાની બુટી જોડી-૧ આશરે કીંમત    રૂ. ૩૪,૨૦૦/- (૨) એક સોનાની માદરડી -૧ આશરે કીંમત    રૂ.૧૨,૦૦૦/- (૩) એક સોનાની સેલકડી જોડી-૧ આશરે કીંમત    રૂ.૪,૬૦૦/- (૪) એક ચાંદીનુ મંગળસુત્ર -૧ આશરે કીંમત    રૂ.૨૮૦૦/-ના કબ્જે કરેલ છે.

મહુવા સોનીબજાર માંથી ચોરી કરેલ હોય મહુવા પો.સ્ટે. એફ.આઇ.આર નંબર ૧૧૧૯૮૦૩૫૨૧૦૮૮૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.  

 એક હીરો હોન્ડા કંપનીનુ જુનુ સ્પલેન્ડર મોડલનુ કાળા કલરનુ સફેદ બ્લુ પટ્ટાવાળુ નંબર વગરનુ જેના ચેસીસ નંબર 05H16F15417 તથા એન્જીન નંબર 05H15E ના છે. જેની કીં રૂ. ૧૦,૦૦૦/-નુ મો.સા ભાદ્રોડ મફતપરા પાસેથી તા.મહુવા જીલ્લો ભાવનગર મુકામે થી ચોરી કરેલ

એક બજાજ કંપનીનુ જુનુ સી.ટી-૧૦૦ મોડલનુ કાળા કલરનુ સફેદ પટ્ટાવાળુ જેના રજી નંબર GJ-23-E-9609 નુ જેના ચેસીસ નંબર DUFBMG56400 તથા એન્જીન નંબર DUFCMG17010 ના છે જેની કીં રૂ. ૧૦,૦૦૦/- નુ મો.સા મહુવા મુકામે આવેલ મચ્છીના ખાડા ચોરી કરેલ

એક બજાજ કંપનીનુ જુનુ ડીસ્કવર મોડેલનુ કાળા કલરનુ બ્લ્યુ પટ્ટાવાળુ નંબર વગરનુ જેના ચેસીસ નંબર MDOSPAZZTPL65485 તથા એન્જીન નંબર JBUBTL08561 ના છે. જેની કીં રૂ. ૧૦,૦૦૦/-આ મો.સા મહુવા મુકામે આવેલ કુબેરબાગ પાસે આવેલ શાક માર્કેટ પાસેથી ચોરી કરેલ હોય તમામ મોટરસાયકલની કિં.રૂા ૪૦,૦૦૦/- તથા સોના-ચાંદીના ઘરેણાંઓની કિ.રૂ.૫૩,૬૦૦/-એમ કુલ કી.રૂ.૯૩,૬૦૦/- નો મુદામાલ શકપડતી મિલકત તરીકે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને ઉપરોકત બંને ઇસમોને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.

(11:40 am IST)