Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તળાજાના ખેડૂતોના પ્રશ્ને ધારાસભ્ય ખેડૂત એકતા મંચે મેળવ્યો હાથ : ઉપવાસ

ભાવનગર તા.૧૮ : તળાજા પંથકના ખેડૂત ને વાવાઝોડાના પગલે થયેલ નુકશાન અને આજસુધી તમામ ખેડૂતો ને ખેતીવાડીમાં વીજ પુરવઠો શરૂ થયેલ ન હોય તેને લઈ સરકાર સમક્ષ વધુ માણસો ફાળવવા ની માગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ.જેને લઈ આજ સુધી ખેડૂતોનો પ્રશ્ન હલ ન થતા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. જેને ખેડૂત એકતા મંચ દ્વારા ટેકો આપવામાં આવેલ છે.

ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીને લખેલ પત્રમાં માગ કરવામાં આવી હતી કે તળાજા તાલુકા વીજ કચેરીને વધુ માણસો ફાળવવામાં આવે જેથી ખેતીવાડી કનેકશન તાત્કાલિક શરૂ થઈ શકે.જો તેમ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.જેને લઈ ત્રાપજ અને તળાજા વીજ કચેરીને માણસો વધુ ફાળવ્યાછે.પણ ખેડૂતોના ખેતરમાં વીજ પ્રવાહ શરૂ થયેલ ન હોય આંદોલન શરૂ કરવામાં આવશે.

આ વિષયને લઈ ખેડૂત એકતા મંચના અશોકસિંહ સરવૈયા, રમેશભાઈ જાનીએ જણાવ્યું હતુંકે ધારાસભ્યના ઉપવાસ આંદોલન ને ટેકો આપવામાં આવેલ છે. ખેડૂત એકતા મંચની માગણી છેકે વાવાઝોડાને લઈ ખેડૂતોને પૂરતું વળતર મળેલ નથી જેથી સર્વે કરવામાં આવે.

માંડવાળીના ખેડૂત બાટી બીપીનભાઈએ આજે તળાજા ડે.કલેકટરને આવેદનપત્ર આપેલ છે.જેમાં પોતાના તલ ના પાક ને ૧૦૦% નુકસાન થયેલ છે. તે જોતા ત્રીસ હજાર વળતર મળવું જોઈએ તેની સામે નવ હજાર રૂપિયા જ મળેલ છે.આથી પૂરતું વળતર મળવું જોઈએ.ખેડૂતે એવો આરોપ લગાવ્યો છેકે ખેડૂતોના ખેતર વાડીમાં જઇ નુકશાનીનો સર્વે કરવા બદલ એક સ્થળે બેસી કાગળો તૈયાર કરવામાં આવેલ છે.

(11:38 am IST)