Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કચ્છમાં બ્લેક ફંગસનો ફૂંફાડો જારી : વધુ ૨ દર્દીઓ સાથે કુલ ૧૬ દર્દીઓ સારવાર હેઠળ

અત્યાર સુધી ૪૮ દર્દીઓ પૈકી ૫ના મોત : કોરોના ટાઢો પડ્યો પણ હવે બ્લેક ફંગસની બીક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૮: કચ્છમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં ભારે ફફડાટ સજર્યા બાદ હવે કોરોના તો ટાઢો પડ્યો છે, પણ બ્લેક ફંગસની બીક વધી છે. બ્લેક ફંગસના વધુ ૨ દર્દીઓ નોંધાયા છે.

જોકે, આ બન્ને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. આમ હાલ કચ્છમાં અત્યારે બ્લેક ફંગસના સારવાર લઈ રહેલા દર્દીઓ ૧૬ થયા છે.

જયારે અત્યાર સુધી ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ૩૯ દર્દીઓ સાથે કચ્છ જિલ્લામાં બ્લેક ફંગસના કુલ કેસ ૪૮ નોંધાયા છે. જેમાં ૫ ના મોત થયા છે.

(11:02 am IST)