Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત ૫ દિ'ના રિમાન્ડ ઉપર : તપાસ સુરેન્દ્રનગર એલસીબીને

ડીજીપી આશિષ ભાટીયા, ડીઆઇજી સંદિપસિંહ, એસપી મહેન્દ્ર બગડિયા, વિભાગીય નિયામક હિમાંશુ દોશી ટીમ દ્વારા થયેલ કાર્યવાહી અને દલીલો અદાલતમાં માન્ય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ : ગુજરાત કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરાતા પાંચ દિવસના (સોમવારે સવારે ૧૧વાગ્યા સુધીના) રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.

કરણીસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતની ગઈકાલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અમરેલીના એસ.પી.નિર્લીપ્ત રોય વિરૂધ્ધ નવાસૂરજદેવળ સભામાં બેફામ નિવેદનબાજી કરવા બદલ કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષની અટક કરવામાં આવી હતી. અને વધુ પુછપરછ માટે ચોટીલા કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ એલ.સી.બી પી.આઈ ડી.એમ. ઢોલને સોંપવામાં આવી છે.

અત્રે એ યાદ રહે કે એસ.પી. કક્ષાના અધિકારી સામે જે રીતે નિવેદનો થયા તે બાબતને રાજ્યમાં પોલીસવડા આશિષ ભાટીયા, ડીઆઇજી સંદિપસિંહ, એસ.પી. મહેન્દ્ર બગડિયા દ્વારા ગંભીરતાથી લઇ તેઓની સૂચના મુજબ ઉકત મામલામાં આરોપી સામે તૂર્ત જ કાર્યવાહી વિભાગીય વડા હિમાંશુ દોશી વિ. ટીમ દ્વારા હાથ ધરાયેલ.

(1:00 pm IST)