Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

લોકગાયિકા ગીતા રબારીને ઘરે વેકસીન આપનાર હેલ્થ સુપરવાઈઝરની બદલી

: માધાપર પીએચસીના હેલ્થ સુપરવાઇઝર ચંદ્રિકાબેન વાઘેલાની બદલી

ભુજ : જાણીતી લોકગાયિકા ગીતા રબારી તથા તેમના પતિને ઘરે રસી આપવા માટે આરોગ્ય ટીમ ગઇ હોવાના મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો કચ્છ-ભૂજના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે કોવિડ રસીકરણની માર્ગદર્શિકાને ન અનુસરવા બાબતે તેમણે કરેલા કૃત્યને ખેદજનક ગણી દેશના જવાબદાર નાગરિક તરીકે ભવિષ્યમાં આવું અશોભનીય કૃત્ય ન કરવા તાકીદ કરતો પત્ર લખ્યો હતો જયારે માધાપર પીએચસીના હેલ્થ સુપરવાઇઝર ચંદ્રિકાબેન વાઘેલાની બદલી કરી દેવાઈ છે 

(10:15 pm IST)