Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ટંકારાના કલ્યાણપર ગામ નજીકથી ગાય ભરેલ આઈસર ઝડપાઈ

મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક કમાન્ડો સહિતની ટીમને બાતમી મળી હતી

ટંકારાના કલ્યાણપર ગામ નજીકથી આઈસર ટ્રકમાં ગાયોને ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જવામાં આવી હોવાની બાતમીના આધારે વિશ્વહિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક કમાન્ડો સહિતની ટીમે ટ્રકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

  મળતી માહિતી મુજબ મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક કમાન્ડો સહિતની ટીમને બાતમી મળી હતી કે ટંકારાના કલ્યાણપર ગામ નજીકથી આઈસર જીજે ૦૩ બી ડબ્લ્યુ ૩૯૫૯ પસાર થનાર છે અને તેમાં ગાયો નંગ-૭ ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જવામાં આવતી હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા આઈસર ગાડીને ગૌ પ્રેમીઓની ટીમે ઝડપી પાડતા તેમાં ગાય નંગ-૭ અને એક વાછરડું ક્રુરતાપૂર્વક બાંધેલ હોય જેથી પોલીસ મથકે લઇ જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે બી બોરીચા, બજરંગદાસ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા,વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ હીતરાજસિંહ, ગૌરક્ષક પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌરક્ષક ઇશ્વરભાઇ, મહાકાલ ગ્રુપ વીકે ઝાલા, સંદીપભાઈ ડાંગર, ગૌરક્ષક કિરીટભાઈ, ગૌરક્ષક લાલાભાઇ મકવાણા અને ટંકારા પોલીસ સહિતની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:22 am IST)