Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબીના વેજીટેબલ રોડ પરથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓ ઝડપાયા

પોલીસે દેશી દારૂ, રીક્ષા અને બે મોબાઈલ સહીત કુલ રૂ ૪૬,૧૬૦ નો મુદામાલ જપ્ત કર્યો

મોરબીના વેજીટેબલ રોડ પરથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓને ઝડપી લઈને પોલીએસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે વેજીટેબલ રોડ પર લાભનગર સોસાયટી નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૫૫૯૭ ને રોકી તલાશી લેતા દેશી દારૂ મળી આવ્યો હોય જેથી પોલીસે દેશી દારૂ, રીક્ષા અને બે મોબાઈલ સહીત કુલ રૂ ૪૬,૧૬૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી ધર્મેશ શાંતિલાલ પરમાર (રહે વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી ૨ )અને ગાંડુભાઈ કિશોરભાઈ કગથળા (રહે વેજીટેબલ રોડ લાભનગર સોસાયટી મોરબી ૨ ) ને ઝડપી લીધા છે

(9:46 pm IST)