Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

જેતપુરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડોઃ એક પકડાયો

તસ્વીરમાં દારૂની ભઠ્ઠીના સાધનો સાથે પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ૧૮ :.. શહેરમાં દેશી દારૂની બદી દુર કરવા એસ. પી. બલરામ મીણાની સુચનાથી એલ. સી. બી. રૂરલ પીઆઇ એમ. એન. રાણાએ સ્ટાફના નારણભઇ પંપાણીયા, અનિલભાઇ ગુજરાતી, દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી નિલેશભાઇ ડાંગર સહિતનાને સાથે રાખી ભાદર નદિના કાંઠા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી રાહુલ નારણભાઇ ઝાલા (રહે. નવાગઢ ગઢની રાંગ મુળ જુનાગઢ) ને કાચો આથો લીટર રપ૦૦ કિ. રૂ. પ૦૦૦ ગોળના ડબ્બા નંગ રપ કિ. રૂ. રપ૦૦ ઇસ્ટની પેટી નં. ૩, કિ. રૂ. ૧પ૦૦ ગેસના બાટલા પાંચ, લોખંડ, પ્લાસ્ટીકના બેરલ, વિગેરે સાધનો મળી કિ. રૂ. ૧૧,૮૦૦ કુલ મળી રૂ. ર૦,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ આ અંગે પુછપરછ કરતા પોતે રોજમદાર તરીકે કામ કરતો હોય મુળ માલીક ખીમજી મોહન સોલંકી (રહે. નવાગઢ ગઢની રાંગ પાસે) નું નામ જણાવતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ખીમજીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:43 pm IST)