Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

કોળી સમાજના આગેવાન પુંજાભાઇ વંશને થતી ખોટી હેરાનગતિના વિરોધમાં વાંકાનેરમાં આવેદન

વાંકાનેર, તા. ૧૮ :  તાલુકા કોળી સમાજના આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી. ઉનાના કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય પુંજાભાઇ વંશને પોલીસ તંત્ર દ્વારા થતી ખોટી કનડગતના વિરોધમાં આવેદન પત્ર આપી પોલીસ દ્વારા થતી હેરાનગતિ તાકીદે બંધ કરવાની માંગણી કરી છે.

કોળી સમાજના સીનીયર આગેવાન અને કોંગ્રેસના સીનીયર નેતા તેમજ ધારાસભ્ય પુંજાભાઇ વંશને ખોટી રીતે માનસીક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાના અને સરકારશ્રીના ઇશારે પોલીસ તંત્ર દ્વારા થતી કનડગતનો શખ્ત શબ્દોમાં વિરોધ કરી.

ગુજરાત રાજયના કોળી સમાજના અગ્રણી એવા પુંજાભાઇ વંશ હાલમાં રાજય સભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની જવાબદારી આપવામાં આવી છે. અને સમાજ માટેની તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીમાં અડચણ ઉભી કરવાના સરકારશ્રીના હીનકૃત્યને વાંકાનેર તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નવઘણભાઇ મેઘાણી, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભુભાઇ વિંજવાડીયા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન અશ્વિીનભાઇ મેઘાણી, જગદીશભાઇ સહિતના લોકોએ વાંકાનેરના મામલતદાર પાદરીયાને આવેદન પત્ર આપી. પોતાની લાગણી વ્યકત કરી હતી.

(11:53 am IST)