Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મુંબઇ થી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરનાર આખો પરિવાર ઝડપાયોઃ કમરે પટ્ટા બાંધીને દારૂ સંતાડ્યો હતો

મુંબઇ થી અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોની અંદર દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરાઈ રહી છે. મુંબઇથી ભુજ આવતી કચ્છ એકસપ્રેસમાં પણ પરિવાર સાથે દારૂની બોટલોની હેરાફેરી કરી રહ્યો હોવાની વિગતો પોલીસને મળી હતી જેને પગલે રેલવે પોલીસે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે ટ્રેનના એક કોચમાં જઇ પરિવારને ઝડપી પાડ્યો હતો.

અસલી વાત છે કે પરિવારના નાના ભૂલકાઓના શરીર પર એક બેલ્ટ બંધાવ્યો હતો. બેલ્ટની આસપાસ રાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો ગોઠવેલી હતી. દારૂની બોટલો સાથેનો પટ્ટો બાળકને પહેરાવી દીધા બાદ બાળકને ઉપર શર્ટ પહેરાવી દેવાયો હતો જેથી કોઈને પણ ખબર પડે. પરંતુ બાતમીને આધારે પોલીસે બાળકનો શર્ટ ઉતરાવ્યો હતો જેથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

પરિવારની મહિલાઓએ પણ પોતાના શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધી હતી. પગમા તેમ કમરના ભાગે દારૂની બોટલ ભરેલા પટ્ટા પહેર્યા હતા. પોલીસે પરિવારના આઠ સભ્યો પાસેથી દારૂની બોટલો રેલવે સ્ટેશન પર એક ચાદરમાં ભેગી કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ પોલીસની કાર્યવાહી જોવા માટે મુસાફરો ભેગા થઇ ગયા હતા તેમજ તેનું વિડીયો શુટીંગ પણ કરી લીધું હતું. રેલવે પોલીસની ઈચ્છા દારૂ કબજે કર્યા બાદ પરિવારને છોડી મૂકવાની હતી પરંતુ મુસાફરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા પોલીસને ગુનો અને ફરજ પડી હતી.

દરમિયાનમાં આજે સવારથી દારૂના બેલ્ટ સાથે પકડાયેલા પરિવારનો વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

(5:35 pm IST)