Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કચ્છ તરફ આગળ વધતું વાયુનું ડીપ ડિપ્રેશન નલિયા પહોંચ્યું

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાયુ વાવાઝોડાના કારણે તમામ જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. વાયુ વાવાઝોડું હાલ ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધતું જાય છે,તેની તીવ્રતા ઘટતી જાય છે. વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગના મતે, વાયુનું ડિપ ડિપ્રેશન કચ્છના નલિયા ખાતે પહોંચ્યું છે. જેને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 આ દરમિયાન પવનની ગતિ 30-40 પ્રતિ કલાક રહેશે. જોકે, માછીમારોને હજુ 12 કલાક દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.વાયુ વાવાઝોડાનું કચ્છ પરથી સંકટ ટળ્યું છે.

 ગઈકાલે જખૌ બંદરથી લોકોને સ્થળાંતર કરાવાયા હતા. વાયુનું દબાણ ઓછું થઈ જતા ફક્ત વરસાદની શકયતાના પગલે તંત્ર એલર્ટ રહ્યું છે. આજે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

  કંડલા પોર્ટ નજીકના વિસ્તારમાં 15થી વધુ બસોમાં લોકોને સ્થળાંતરીત કરાવાયા હતા. તો નલિયા પાસેના જખૌ બંદર પરના 70 જેટલા લોકોને જખૌ બંદરથી ખસેડવામાં આવ્યા હતા.

(1:40 pm IST)