Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામે સ્ટેટ વિજીલન્સ ટીમે અડધા લાખનો દારૂ ઝડપ્યોઃ આરોપીઓ ફરાર

વેરાવળ, તા. ૧૮ :. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામે ગત રાત્રીના સ્ટેટ વિજીલન્સ ટીમે દરોડો પાડીને રૂ. ૬૬૦૦૦ની ૨૧૪ બોટલ જપ્ત કરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ હેડ કોન્સ. વાય.એસ. બેલીમની સૂચનાથી સુપાસી ગામના પ્લોટ વિસ્તારમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે દારૂની ૨૧૪ બોટલ જપ્ત કરી હતી. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના લખમણભાઈ દાનાભાઈએ ફરીયાદ કરી હતી. આ દરોડા દરમિયાન આરોપી ગની ઈસ્માઈલ તાજવાણી નાસી છૂટયો હતો.

સ્થાનિક પોલીસ તંત્રને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે.

(1:33 pm IST)