Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પોરબંદરના બોખીરામાં ગાંજો વેચતા ૩ ઝડપાયા

રહેણાંક મકાનમાં દરોડો : ૬૪૦૦નો ગાંજો, ૧૯ હજારની રોકડ અને બાઇક સહિત કુલ પોણા લાખનો મુદામાલ મળ્યો

પોરબંદર, તા. ૧૮ : બોખીરા તુંબડા વિસ્તારમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગાંજો વેચતા સાજીદ હુસેન વસા (ઉ.ર૪), યશ ઉર્ફે જલારામ કોટેચા, અને રણજીત ગોરાણિયાને પકડી પાડેલ છે.

બોખરી તુંબડામાં સાજીદ હુસેનના મકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી ઉપરથી પોલીસે દરોડો પાડયો હતો. મકાનમાંથી ૧૦૮૦ ગ્રામ ગાંજો કિ.૬૪૮૦/-, ૧૯ર૮૦ની રોકડ જયુપીટર બાઇક તથા મોબાઇલ નંગ-ર સહિત કુલ ૭૪૦૭૪૦નો મુદામાલ મળી આવ્યો હતો. એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહેબુબભાઇ હબીબખાન બેલીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. પીએસઆઇ યુ.બી. અખેડે વધુ તપાસ ચલાવી રહેલ છે.

(1:12 pm IST)