Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વાંકાનેર પંથકમાં સીરામીક એકમમાં સગીરાને ગોળીઓ ખવડાવી દઈને એક આરોપીએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

મોરબી ::::વાંકાનેર પંથકમાં આવેલ સિરામિક એકમમાં મજુર પરિવારની સગીરા સાથે એક શખ્સે બળજબરીથી શારીરિક સંબધ બાંધીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે.

વાંકાનેર પંથકમાં આવેલ સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા મજુર પરિવારની ૧૪ વર્ષની દીકરી તેના માતાપિતા સાથે જમીને કારખાનામાં ગયેલ હોય અને બાદમાં સગીરાને ભૂખ લગતા તે પોતાનીઓ ઓરડીમાં દૂધ પીવા ગયેલ હોય બાદમાં સગીરા પરત ન ફરતા તેની માતા તેણીને શોધવા માટે ઓરડીમાં ગયેલ હોય અને સગીરા ત્યાં જોવા ન મળતા આસપાસ તપાસ  કરતા હોય દરમિયાન આરોપી અજય ગીધારભાઈ બારીક મૂળ ઓડિશાવાળાની ઓરડીમાં સગીરા હોય જે બેભાન અવસ્થામાં જોવા મળતા તે હોશમાં ન હોય અને તેના વાળ વિખરાયેલા હોય તેમજ તેના કપડાં અસ્ત-વ્યસ્ત હતાં જેથી બાદમાં સગીરાની માતાએ તેની દીકરીને પૂછતાં તેને કહેલ કે હું દૂધ પીને રૂમમાંથી કારખાને આવતી હતી

ત્યારે આરોપી અજયના રૂમ પાસે પહોંચતાં તેણે મારો હાથ પકડી મને બળજબરીથી તેના રૂમમાં લઇ ગયેલ અને મને બળજબરીથી કોઈ ગોળી ખવડાવી મારી સાથે બળાત્કાર કરેલ છે તેમ સગીરાએ જણાવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.જેથી સગીરાને વાંકાનેર સરકારી દવાખાને સારવાર માટે લઇ જઈને સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઇ એસ. એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

(1:12 pm IST)