Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ખંભાળીયા-જામનગર રોડ ઉપર ભારે વરસાદ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઝાપટાથી અડધો ઇંચ

ખંભાળીયા, તા. ૧૮ : શહેર તથા જિલ્લામાં ગઇકાલે સાંજે તથા આજે વહેલી સવારથી વરસાદ પડતા ઝાપટાથી માંડીને અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ગઇકાલે સાંજે હળવા ઝાપટા પછી રાત્રે પણ વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડયા હતાં તો આજે વહેલી સવારે પણ વરસાદ પડયો હતો.

ર૪ કલાકમાં ૧૪મીલી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ર૩ મીલી થયો છે. જયારે દ્વારકામાં ર૪ કલાકમાં ૬મીલી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ર૮ મીલી થયો છે. કલ્યાણપુરમાં ર૪ કલાકનો કુલ ૧પ મીલી વરસાદ પડયો છે. જયારે ટોટલ ૬ર મીલી થયો છે. જયારે ભાણવડમાં ૮ મીલી વરસાદ સાથે ર૪ કલાકનો મળી કુલ ૩૪ મીલી વરસાદ થયો છે.

સાંજે ખંભાળીયા જામનગર રોડ પર એસ્સાર કંપની પાસેના ગામોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો તો ખંભાળીયા સલાયા રોડ પરના ગામોમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

(1:06 pm IST)