Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રૂ. અઢી લાખનું દરરોજનું અઢી હજાર વ્યાજ વસુલવા છતાં વ્યાજખોરોનો હૂમલો-ધાક ધમકી

કેશોદની મહિલાની બે વ્યાંજકવાદી સામે ફરીયાદ

જૂનાગઢ તા. ૧૮ :.. રૂ. અઢી લાખનું દરરોજનું અઢી હજાર વ્યાજ વસુલવા છતાં કેશોદનાં બે વ્યાજખોરોએ પટેલ પરિવાર ઉપર હૂમલો કરી મહિલાની કુર્તી ફાડી નાખી હતી.

બનાવ અંગે રાત્રે ફરીયાદ લઇ કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, કેશોદમાં જલારામ મંદિર પાસે આવેલ રામવાડી વિસ્તારમાં રહેતા સ્નેહલબેન મયુરભાઇ ગજેરા (ઉ.૩પ) નામની પટેલ મહિલાએ કેશોદનો અમિત ઉર્ફે સાવરો ભુપેન્દ્રભાઇ લોહાણા અને રામા કાનાભાઇ રબારી પાસેથી રૂ. અઢી લાખ હાથ ઉછીના લીધેલા હતાં.

જેની સામે બંને વ્યાજખોરોએ દરરોજનું રૂ. અઢી હજાર વ્યાજ વસુલ કરેલ આમ છતાં બંને શખ્સો ગત રાત્રે મહિલાનાં ઘરે ઘસી આવ્યા હતાં. અને મહિલાના પતિ પાસેથી રૂ. ૬ લાખ કઢાવવા માટે ગાળો આપી ધમકાવી પતિ મયુરભાઇ અને સસરા નાનજીભાઇ સાથે ઝપાઝપી કરી હતી.

પતિ અને સસરાને બચાવવા માટે સ્નેહલબેન વચ્ચે પડતા તેને અમિત ઉર્ફે સાવરોએ લાકડી ઝીંકી દઇ તેણી એ પહેરેલ કુર્તી ફાડી નાખી હતી.બાદમાં બંને વ્યાજખોરો પટેલ પરિવારને જાનથી પતાવી દેવાની ધમકી આપીને નાસી ગયા હતાં.

આ અંગે રાત્રે પોલીસે મહિલાની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એચ. ડી. વાઢેર ચલાવી રહ્યા છે. (પ-ર૩)

(11:49 am IST)