Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પશુપાલકો માટે વિવિધ સહાય, આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીની સુવિધા : દિપક મદલાણી

રાજકોટ તા. ૧૮ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિીજયભાઇ રૂપાણીના માર્ગદર્શન તળે પશુપાલન વિભાગ દ્વારા પશુ પાલકો માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આઇ ખેડુત પોર્ટલ ઉપર તા. ૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરી લાભ લઇ શકાય છે. તેમ ભાજપ ઔદ્યોગિક સેલના કન્વીનર દિપક મદલાણીની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવેલ છે કે પશુઓ માટે ખાણદાણ સહાય, પશુપાલકો માટે મિલ્કીંગ મશીનરી સહાય, રહેણાંક માટે કેટલ શેડની સહાય, પાણીની ટાંકી બનાવવા તેમજ મરઘા પાલન અંતર્ગત સ્ટાઇપેન્ડ યોજના, એકથી વધુ અને વીસની મર્યાદામાં દુધાળા પશુ હોય તો દુધાળી પશુ એકમ સ્થાપનાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

એજ રીતે ગ્રામ્ય દુધ ઉત્પાદક મંડળીઓ માટે મિલ્ક કલેકશન સિસ્ટમ, ગોડાઉન બનાવવાની સહાય, મિલ્ક કલેકશન સિસ્ટમ, દુધ ચકાસણી માટેના મશીનની સહાય, શુધ્ધ સંવર્ધન દ્વારા રાજયની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના પણ અમલમાં મુકવામાં આવેલ છે.

ડેરી ફાર્મ સ્થાપના માટે પણ સહાય સુવિધા અમલી બની હોય રાજય સરકાર દ્વારા અપાતી આ સહાયનો પશુપાલકોએ લાભ લેવા અને વધુ માહીતી માટે નજીકની મામલતદાર કચેરીનો રૂબરૂ અથવા આઇ ખેડુત પોર્ટલ વેબસાઇટની વિઝિટજ્ઞ કરવા દિપક મદલાણી મો.૮૦૦૦૦ ૦૦૨૩૪) એ જણાવેલ છે.

(11:43 am IST)