Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કૃષિમેળામાં પદાધિકારીઓનું અપમાન થતા હોબાળો

વડીયાના કુંકાવાવમાં તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડુતોને આધુનિક યુગમાં ખેતી દ્વારા વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રગતિશીલ ખેડુતોનુ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા ભરના ખેડુત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કૃષિમેળાના સરકારી કાર્યક્રમમાં ૩૦૦ થી ૪૦૦ વ્યકિત જમ્યા બાદ રસોઇ પૂર્ણ થઇ ગઇ હતી ત્યારે પદાધિકારીઓ ઉભેપગે રહ્યા ત્યારે અપમાન માની હોબાળો મચતા અધિારીઓએ ચુપચાપ ચાલતી પકડી અને યુદ્ધના ધોરણે ભાત, પુરી, શાક વગેરે રસોઇ કારીગરોએ રસોઇ બનાવવાની શરૂ કરી હતી.(તસ્વીર અહેવાલ-દિવ્યાંગગીરી ગોસાઇ વડિયા)

(11:37 am IST)