Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગોંડલ રોડ પુલ નીચે શ્રીહરિ સોસાયટીમાં બાથરૂમમાં પડી જતાં યુપીના પ્રોૈઢનું મોત

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પર સાંઢીયા પુલ નીચે શ્રીહરિ સોસાયટીમાં નાલા પાસે રહેતાં મુળ ઉત્તરપ્રદેશના કિતાબુભાઇ બોઉભાઇ ચોૈહાણ (ઉ.૫૫) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરના બાથરૂમમાં લપસી પડતાં માથામાં ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.  મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

કેન્સરથી ભગવતીપરાના ધારબાઇબેન મહેશ્વરીનું મોત

ભગવતીપરા જયપ્રકાશનગર-૨માં રહેતાં ધારબાઇબેન રવજીભાઇ ડુંગરખીયા (ઉ.૪૫) નામના કચ્છી મહેશ્વરી મહિલા રાત્રે બે વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ મિતલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે. ધારબાઇબેનને કેન્સરની બિમારી હતી.

(11:35 am IST)