Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગીરસોમનાથના વિશિષ્ટ પ્રતિભાસંપન્નઃ એકસ આર્મી મેનોનું સન્માન કરાયુ

પ્રભાસપાટણ તા. ૧૮ : ગીરોસમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે વિવિકાંનદ વિનય હાઇસ્કુલ ખાતે સર્વજન સિતાર સન્માન સમારોહ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓ તેમજ એસ આર્મી મેન, તેમજ શહિદ થયેલ આર્મીમેનની પત્નીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. તેમજ પોલીસમાં પરિક્ષા પાસ કરી પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સંસ્થાના પ્રમુખ ભીમજીભાઇ ભજગોતરએ સમાજ એક રહે તેમજ જ્ઞાતિજાતિના ભેદ દુર થાય અને સમાજ સમરસ રહે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો આ તકે પૂર્વ ધારાસભ્ય માધાભાઇ બોરીચા, સામાજિક કાર્યકર્તા જગમાલભાઇ વાળા, સુત્રપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીલીપ બારડ વેરાવળના દિપક દોરીયા તેમજ અરજનભાઇ ભજગોતર, અરજણ જાદવ, સામતભાઇ ભજગોતર પત્રકાર રજેશ ભજગોતર રામભાઇ વાણવી, દેવાભાઇ વાણવી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)