Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભાવનગરમાં 'હુક્કાબાર' ઝડપાયું સાત સગીરો અને બે સંચાલકોને ઝડપી લીધા

ભાવનગર તા ૧૮ ભાવનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ધમધમતુ હુક્કાબાર ઝડપી લઇ સાત સગીરો અને હુક્કાબારના બે સંચાલકોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ શહેરનાં ઘોઘા રોડ વિસ્તારમાં કુકડા કેન્દ્ર નજીક પ્લોટ નાં. ૨૨૨/જી માં રહેતા અબ્બાસ યુસુફ શરમાળી અને ઇરફાન સતાર શરમાળી મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે હુક્કાબાર ચલાવતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.જી.કે ઇસરાણી તથા સ્ટાફે  દરોડો પાડી હુક્કાબારમાં દમ મારતા સાત સગીરો અન ેહુકકાબારના સંચાલક અબ્બાસ યુસુફ અને ઇરફાન સતારને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:33 am IST)