Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદઃ ઉનામાં ૬ ઈંચ

ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલઃ સૌરાષ્ટ્રમાં અનેક નદીઓ અને નાળા ખળખળ વહેતા થયા : ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાનઃ દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, કચ્છ, પોરબંદર, મોરબી જિલ્લામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા. ૧૮ :. વાયુ વાવાઝોડુ નબળુ પડીને ફંટાઈ ગયુ છે. તેમ છતા વાયુ વાવાઝોડાના કરંટ રૂપે સૌરાષ્ટ્ર-કચ્છમાં શરૂ થયેલ ચોમાસાનો માહોલ આજે પણ યથાવત છે. ગઈકાલ સાંજથી આજે બપોેરના ૨ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન થયા છે. જેમાં ઉનામાં ૬ ઈંચ, સૂત્રાપાડા ૪ ઈંચ, કોડીનાર અને ગીર ગઢડામાં ૩ ઈંચ તથા તાલાળામાં ૨ ઈંચ અને વેરાવળમાં ૧ ઈંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હળવાભારે ઝાપટા વરસ્યા છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરી લીધી છે. વાવણી બાદ વરસાદ વરસતા આ વરસાદ પાક માટે કાચા સોના રૂપ સાબિત થશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પણ ધાબડીયુ વાતાવરણ છવાયેલુ રહ્યા બાદ અનેક જગ્યાએ હળવો ભારે વરસાદ પડયો હતો. અને કાલે રાત્રીથી વહેલી સવાર સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ૬ ઇંચ, કોડીનારમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં ગત રાત્રીથી બપોર સુધીમાં ૧ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જેતપુરમાં પણ હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે. ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઝાપટાથી એકાદ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

કચ્છમાં 'વાયુ' ના સંકટ વચ્ચે ઝાપટાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ઉના

 ઉના : સવારે ઝરમર વરસાદ પડયો હતો ગઇકલે રાત્રીથી આજે બપોર સુધીમાં સરેરાશ ૬ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગીર ગઢડા રોડ ન્યાય કોર્ટ વરસીંગપુર રોડ આનંદ બજાર પોલીસ લાઇન દેલવાડા રોડ પાસે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટા છવાયા વરસી જાય છે ગીર ગઢડામાં બપોર સુધીમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ગીર ગઢડાના થોરડી ગામ નજીક આવેલ સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યા છે. આ ઉપરાંત અનેક નદીનાળા પણ છલકાઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી છવાઈ ગઈ છે.

મેંદરડા

 મેંદરડા : રાત્રે શરૂ થયેલ વરસાદ ૧ ઇંચ પડયો હતો. વાવણી બાદ વરસાદ શરૂ થતા ખેડૂત ખુશખુશાલ થયા હતાં.

કોડીનાર

કોડીનાર : તાલુકામાં ગત રાત્રીનાં ઝરમર વરસાદ બાદ  વહેલી સવારે વિજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબકયો છે. કોડીનારમાં વહેલી સવારે વિજળીનાં કડાકા સાથે ખાબકેલા ૩ ઇંચ વરસાદથી રોડ ઉપર પાણી ભરાયા છે.

આજના વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૧૮૭ મી. મી. નોંધાયો છે. આ ઉપરાંત કોડીનાર તાલુકાનાં આણંદપુર ગામે કાળાભાઇ વરજાંગભાઇ મોરીનાં મકાન ઉપર વિજળી પડતાં ઘરમાં સુઇ રહેલા કાળાભાઇ સહિત ગામનાં ર૦ થી રપ લોકોને કરંટ લાગ્યાની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે.

જામકંડોરણા

જામકંડોરણા :. જામકંડોરણામાં ગત રાત્રીના ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જે આજે સવાર સુધીમાં ૧૩ મી. મી. (અર્ધો ઇંચ) વરસાદ નોંધાયેલ છે.

વઢવાણ

 વઢવાણ :  સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી વાદળ છાયું વતારવારણ સર્જાયું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાળા વાદળો ઘેરાયા હતા.ત્યારે આજે રાત્રી ના પાંચ વાગ્યે પરોઢિયે સુરેન્દ્રનગર જિલ્લા ના અનેક તાલુકાઓમાં ધોધ માર વરસાદ પડ્યો હતો.

મોરબી

 મોરબી :  વાયુ વાવાઝોડાને પગલે કચ્છ અને મોરબી જીલ્લાના બંદર પર એલર્ટ આપવામાં આવ્યું હતું તેમજ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.મોરબીમાં મોડી રાત્રીના વરસાદ શરુ થયો હતો જેથી મોરબીવાસીઓને ગરમીથી રાહત મળી હતી.સમગ્ર મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાર પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મોરબી જીલ્લામાં માં નોંધાયેલ વરસાદ મોરબીમાં ૮ એમ.એમ., માળીયામાં ૫ એમ.એમ., ટંકારા ૮ એમ.એમ., વાંકાનેરમાં ૧ એમ.એમ. વરસાદ નોંધાયો હતો તો આજ સવારથી વરસાદી વાતાવરણ મોરબીવાસીઓએ ઠંકડનો આનંદ મેળવ્યો હતો

આટકોટ

આટકોટ આજે વહેલી સવારથી જ મેધરાજા ની એન્ટ્રી થઇ હતી આજે વહેલી સવારે ત્રણ વાગ્યાથી વરસાદ હળવા-ભારે વરસાદસતત ચાલુ રહ્યો હતો અંદાજે અડધો જેટલો પડી ગયો હતો આ લખાઈ રહ્યું છે ત્યારે ધીમીધારે વરસાદ શરૂ છેધણા ખેડૂતે વાવણિ કરી લીધી છે તેના માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે જો કેઙ્ગ આટકોટમાં ઘણા ખેડુ ત એ હજી વાવણી કરેલ નથી માત્ર માંડવી જ નું જ વાવણી કરેલ છે કપાસ કોઈએ વાવ્યો નથી આજે સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી જોકે છે ધોધમાર વરસાદ વરસાદ થાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

જામનગર

જામનગરઃ અજનું હવામાન ૩પ.૪ મહત્તમ ર૬.પ લઘુતમ ૯પ  ટકાક કવાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪.૮ક પ્રતિ કલાક પવનની ગતિ છેલ્લા ર૪ કલાકમાંં જામનગર ૯ મી.મી.જોડીયા પ મી.મી.લાલપુર, ૩  મી.મી. કાલાવડ ૧૭ મી.મી. વરસાદ પડયો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

 

 

વેરાવળ

૨૫

મી.મી.

તાલાલા

૫૦

''

સુત્રાપાડા

૧૦૯

''

કોડીનાર

૭૬

''

ઉના

૧૪૨

''

ગીરગઢડા

૬૮

''

કચ્છ

 

 

અંજાર

૧૭

''

ભચાઉ

''

ભુજ

''

ગાંધીધામ

''

માંડવી

૩૬

''

મુંદ્રા

''

અમરેલી

 

 

ધારી

''

ખાંભા

૩૪

''

રાજુલા

૩૪

''

સાવરકુંડલા

૩૦

''

વડિયા

૧૦

''

જાફરાબાદ

૩૦

''

બાબરા

૧૬

''

લીલીયા

''

ધારી

''

રાજુલા

૩૪

''

સાવરકુંડલા

૧૭

''

જાફરાબાદ

૧૦

''

જુનાગઢ

 

 

ભેંસાણ

૧ર

''

જુનાગઢ

''

કેશોદ

૧૧

''

મળીયાહાટીના

૧૩

''

માણાવદર

૧૪

''

મેંદરડા

૧૬

''

વંથલી

૩૦

''

વિસાવદર

૩૦

''

માંગરોળ

''

રાજકોટ

 

 

ઉપલેટા

૧૧

''

કોટડાસાંગાણી

''

ગોંડલ

''

જેતપુર

''

જસદણ

''

જામકંડોરણા

૧૩

''

ધોરાજી

ર૦

''

પડધરી

૨૪

''

રાજકોટ

''

લોધીકા

૩૨

''

જામનગર

 

 

જામનગર

''

કાલાવાડ

૨૬

''

લાલપુર

''

જોડીયા

''

જામજોધપુર

''

દેવભુમિ દ્વારકા

 

 

ભાણવડ

૧૩

''

દ્વારકા

''

કલ્યાણપુર

૧પ

''

ખંભાળીયા

૧૪

''

ભાવનગર

 

 

ગારીયાધાર

૨૦

''

મહુવા

૧૪

''

તળાજા

૧૨

''

પોરબંદર

 

 

પોરબંદર

''

રાણાવાવ

''

કુતિયાણા

''

મોરબી

 

 

મોરબી

''

માળીયામિંયાણા

''

ટંકારા

''

વાંકાનેર

''

બોટાદ

 

 

બોટાદ

''

રાણપુર

''

સુરેન્દ્રનગર

 

 

ચોટીલા

''

પાટડી

''

લીંબડી

''

વઢવાણ

''

(3:16 pm IST)