Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોરબીની શ્રીજી સોસાયટીમાં પાણીના ધાંધિયા

મોરબીઃ વાવડી રોડ પરની સોસાયટીમાં છેલ્લા અનેક દિવસોથી પાણીની સમસ્યા હોય જેથી કંટાળી ગયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. વાવડી રોડ પર આવેલી શ્રીજી સોસાયટીની રહેવાસી મહિલાઓ આજે પાલિકા કચેરી પહોંચી હતી અને ચીફ ઓફિસરને પાણીના ધાંધિયા અંગે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે તેની સોસાયટીમાં છેલ્લા ર૦-રપ દિવસથી પાણી આવતું નથી જેની રજુઆત મહિલાઓએ રૂબરૂ આવીને કરી છે સોસાયટીની મહિલાઓ પરેશાની ભોગવી રહી છે પાણી અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

(11:30 am IST)