Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોને સહાય ચૂકવો : રજૂઆત

સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

જૂનાગઢ તા.૧૮ : તાજેતરમાં આવેલ  વાયુ વાવઝોડાથી સૌથી વધુ નુકશાન દરિયાઇ પટ્ટી વિસ્તારને થયેલ હોય માન. સાંસદ રાજેશભાઇએ વાયુ વાવાજોડા દરમિયાન બંદરો અને માછીમાર ભાઇઓને વાયુ વાવાઝોડાના બંને દિવસો દરમિયાન દરેક બંદરની સ્થળ મુલાકાત લઇ બંદર વિસ્તારમાં તથા માછીમાર ભાઇઓને થયેલ નુકશાનની રજૂઆત અને આ દરીયાઇ પટ્ટી વિસ્તારના ખેડૂતોને વાયુ વાવાઝોડાથી થયેલ બાગાયત પાકની નુકશાનીનો સર્વે કરેલ અને આ વિસ્તારમાં બાગાયત વિસ્તાર હોય, કેળ, આંબા, નાળીયેરી,  નાગરવેલ જેવા પાકોને મોટુ નુકશાન થયેલ આ બાબતે આ વિસ્તારના ખેડૂતો રૂબરૂ મુલાકાત લીધેલ અને નુકશાનીનો સાર મેળવેલ.

ઉપરોકત પ્રમાણે વાયુ વાવાઝોડાથી થયેલ બંદર અને માછીમાર ભાઇઓ તથા બાગાયત વિસ્તારમાં ખેડૂતોને થયેલ નુકશાન પ્રાથમિક અહેવાલ તૈયાર કરી માન. મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા મત્સ્યોદ્યોગ કૃષિ મંત્રી જવાહરભાઇ ચાવડાને રજૂઆત કરી થયેલ નુકશાનનો સર્વે કરાવી તાત્કાલીક સહાય ચુકવવા રજૂઆત કરેલ છે.

(11:29 am IST)