Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સુરેન્દ્રનગરમાં ૮ાા કરોડના ખર્ચે ૧૦ હજાર સ્કવેર ફુટમાં અદ્યતન બસ સ્ટેન્ડ બનશેઃ રર મીએ ભુમીપુજનઃ ૧પ પ્લેટફોર્મ

હાલ રોજની ર૩૦ બસોનું આવનજાવનઃ કેન્ટીન-પાણી-શૌચાલય-વેઇટીંગ રૂમની સુવિધા : ૧૪ દુકાનો સાથે શોપીંગ સવલતઃ મોરબી-ધ્રાંગધ્રા-લખતરના નવા બસ સ્ટેન્ડનું પણ ટુંકમાં લોકાર્પણ

રાજકોટ, તા., ૧૮: આગામી રર જુન આસપાસ રાજકોટ એસટી ડીવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગરમાં ૮ કરોડ ૩૯ લાખના ખર્ચે બનનારા અને અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં ઉભા થનારા અદ્યતન બસ સ્ટેન્ડનું ભુમીપુજન યોજાશે. વાહન વ્યવહાર મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે આ ખાતમુહુર્ત થઇ રહયાનું રાજકોટ એસટી ડીવીઝનના ઉચ્ચ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે આ સાથે ટુંકમાં મોરબી-લખતર-ધ્રાંગધ્રામાં બની ગયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ યોજાઇ રહયું છે. આમ તો ૧૭ મીએ આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ વાવાઝોડાને કારણે આ કાર્યક્રમ મુલત્વી રખાયો હતો.

સુરેન્દ્રનગરમાં બનનારૂ અદ્યતન બસ સ્ટેન્ડ બે માળનું રહેશે. શોપીંગ માટે ૧૪ દુકાનો, કેન્ટીન, પાણી, શૌચાલય, વેઇટીંગ રૂમ સહીતની સુવિધા ઉભી કરાશે.

આ બસ સ્ટેન્ડમાં કુલ ૧પ પ્લેટફોર્મ ઉભા કરાશે. હાલ સુરેન્દ્રનગર ડેપો ઉપરથી રોજની ર૩૦ જેટલી બસોનું આવન જાવન થાય છે. અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં બસ સ્ટેન્ડ બનશે.

દરમિયાન વરસાદ-વાવાઝોડા સંદર્ભે હાલ રાજકોટ એસટી ડીવીઝનની રોજીંદી આવકમાં ઘટાડો નોંધાયો છે. ટ્રાફીક ઓછો હોય હાલ આવક ૪ર લાખે પહોંચી છે.

(11:28 am IST)