Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દામનગર નાગરિક શરાફી મંડળી લી.ની સાધારણ સભા મળી :બિનહરિફ ચૂંટાતા નારોલા

દામનગર, તા. ૧૮ : દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની રરમી વાર્ષિક સાધારણસભા મંડળીના ચેરમેન હરજીભાઇ નારોલાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં વર્ષ ર૦૧૮/૧૯ ના વાર્ષિક હિસાબો રજૂ કરતા નારોલા એ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન મંડળીએ ૩ર-૮૧ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. મંડળી રપ૬ લાખની થાપણો ધરાવે છે. મંડળીએ ૯૦ર સભાસદોને ૪૯૪ લાખનું ધિરાણ કરેલ છે અને ર૪૮ લાખની બેંક ડીપોઝીટ છે શેર ભંડળો પપ-૧૯ લાખ રિઝર્વ ફંડ ૧૧૯-૯૭ લાખ અન્ય ફંડ રર૦-૭૭ લાખ છે. મંડળીનું એન પી એ શૂન્ય ૦ છે. મંડળી ઓડીટ વર્ગ (અ) આવેલ છે. મંડળી સમયાંતરે સભાસદ ભેટ આપે છે. ઉપરાંત ગત વર્ષ દરમ્યાન મંડળી તરફથી દામનગર શહેરમાં તમામ રહેણાંક દુકાનો ઉપયોગી ઉદ્યોગ શાળાઓ બેંકો સંસ્થાઓ ધાર્મિક સ્થળો તથા સરકારી કચેરીઓ વિ.માં વિનામૂલ્યે ૧૪ લીટરની ક્ષમતા ધરાવતા પ૦૦૦ જેટલા ડસ્ટબીનનું વિતરણ કરેલ છે.

આ સભામાં પેટા નિયમો સુધારા મંજુરી થઇ આવેલ તે તથા નફાની ફાળવણીને સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતાં. બોર્ડ ઓફ ડિરેકટરોની મુદત પૂર્ણ થતાં પ વર્ષ માટે બીનહરિફ ચૂંટણી થયેલ છે જેમાં હરજીભાઇ નારોલા, માધવજીભાઇ સુતરીયા, રાજેશભાઇ કનાડીયા, લાલજીભાઇ નારોલા, બીપીનભાઇ મસરાણી, દેવચંદભાઇ આસોદરિયા, દિલીપભાઇ ભાતિયા, મોઇઝભાઇ ભારમલ, મધુબેન મોણપરા, પ્રજ્ઞાબેન અજમેરા, કુમુમબેન સવાણી ચૂંટાઇ આવેલ છે. મંડળીના સ્થાપક શ્રી હરજીભાઇ નારોલા સતત ર૩મી વખત ચેરમેન તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે માધવજીભાઇ સુતરિયા અને એમ.ડી. તરીકે રાજેશભાઇ કનાડીયાની વરણી થવા પામેલ છે.

દામનગરમાં બહુજ મહત્વ ધરાવતી નાગરિક શરાફી મંડળી તથા સેવા સહકારી મંડળીને પ્રગતિના પંથે લઇ જનાર બંને મંડળીના પ્રમુખ શ્રી હરજીભાઇ નારોલા અમરેલી જિલ્લા સહકારી સંઘ અમરેલીના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવતા બંને મંડળીના ડિરેકટરોશ્રી તથા સ્ટાફ તથા ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળ, અલખધણી ગૌસેવા ગોવિંદભકત ટ્રસ્ટ દહીથરા, મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંક સ્ટાફ દામનગર શાખા દામનગર પત્રકાર સંઘ દ્વારા નારોલાનું વિશિષ્ટ બહુમાન પુસ્તકો શાલ શિલ્ડ સન્માન પત્રોથી કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં સુરત તક્ષશિલા બિલ્ડીંગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વાર્ષિક સાધારણસભામાં વિશાળ સંખ્યામાં સભાસદો ઉપરાંત અગ્રણીઓ પત્રકારો વિ. ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સફળ સંચાલન પત્રકાર નટુભાઇ ભાતીયાએ કરેલ.a

(10:18 am IST)