Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જસદણમાં વહેલી સવારે જોરદાર ઝાપટુઃ અનેક સોસાયટીમાં પાણી ભરાયાઃ તંત્રની લાપરવાહીનો ભોગ બનતા ગેબનશા સોસાયટીના રહીશો

પ્રશ્નનો વહેલી તકે નિવેડો લાવવા જશદણ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ મોરસીનભાઇની માંગ

જસદણમાં લાંબા સમયથી બફારો અનુભવાય રહ્યા બાદ આજે મંગળવારે વહેલી સવારે એક જોરદાર ઝાપટું પડી જતાં વાતાવરણમાં બફારામાંથી થોડી રાહત થઇ હતી સોમવારે બપોરે શહેરમાં ભારે પવન ફૂંકાવવાથી હવામાનમાં પલટા બાદ વહેલી સવારે ઝાપટું વરસતા જસદણના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ અંગે જલારામ પાછળ રહેતાં મોહંમદ હુસેને યસુફભાઇએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલ પાછળની દીવાલના રોડમાં જે બ્લોકરોડ છે ત્યાં લેવલ ન હોવાથી સામાન્ય વરસાદમાં પાણી ભરાયેલું રહે છે. આના કારણે આ અવર જવર વાળા વિસ્તારમાં નાગરિકોને ભારેમૂશ્કેલી અનુભવવી પડે છે અને ગંદકી પણ થાય છે ત્યારે આ બાબતે નગરપાલિકાને લેખિત જાણ કરી હોવા છતાં બ્લોકરોડનું લેવલ કરવામાં આવ્યું નથી આજે વાવણી લાયક વરસાદ પડે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે

(10:16 am IST)