Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવા માંગણી : ભાવનગરના તબીબો હડતાલમાં જોડાયા

ડોકટર્સ હોલ ખાતે હડતાલનાં અનુસંધાનેકાર્યક્રમ યોજાયો

 

પશ્ચિમ બંગાળમાં ડોકટર પર હુમલાનાં વિરોધમાં ડોકટરોની દેશવ્યાપી હડતાલના પગલે આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ભાવનગરનાં સભ્યો પણ હડતાલમાં જોડાયાં હતા. શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ ડોકટર્સ હોલ ખાતે હડતાલનાં અનુસંધાને યોજવામાં આવેલ કાર્યક્રમમાં ડા.મનસુખભાઇ કાનણી, ડા.ચિન્મય શાહ, ડા.કેરવીબેન જોશી સહિતના શહેરના નામાંકિત તબીબો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત એસોસીએશનના હોદ્દેદારો તથા અગ્રણી તબીબોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

દેશભરમાં ડોકટરો પર હુમલાની ઘટનામાં વધાર થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(8:56 am IST)
  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST

  • હવામાન વિભાગમાં માત્ર ૯ મીમી વરસાદ નોંધાયો : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓમાં શહેરમાં વિવિધ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટ સ્થિત હવામાન ખાતામાં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યે ૯૨% ભેજ સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વરસાદી માહોલના પગલે મહત્તમ તાપમાન ગગડ્યુ છે. ૨૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. access_time 8:49 am IST

  • ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી : સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ રહી છે. access_time 1:04 pm IST