Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મોટીપાનેલી પાસે અકસ્માતમાં ર યુવકોના મોત

ઉપલેટા તા.૧૮ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પાસે ત્રિપલ અકસ્માતમાં ર યુવકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા તાલુકાના ખારચીયા-મોટી પાનેલી ગામ વચ્ચે કાલે મોડી રાત્રીના રેતી ભરેલ ડમ્પર, કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં પાટડી તાલુકાના ખારાધોડાના સચિન કાંતીભાઇ મકવાણા અને ઉપલેટાના સચિન મહેન્દ્રભાઇ સિધ્ધપુરાનું મોત નીપજયું હતું.

જયારે રબારીકા ગામના સંજય રવજીભાઇ બગડા (ઉ.ર૦) ને ઇજા થતા સારવાર માટે  ખસેડેલ છે.ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૬.૨૦)

(3:51 pm IST)