Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જુનાગઢમાં સવારે છાંટા, અન્યત્ર ધુપછાંવ-બફારો

૧૩.૪ ડીગ્રીની ઝડપે ફુંકાતો પવન

જુનાગઢ તા., ૧૮: જુનાગઢમાં આજે સવારે વરસાદી છાંટા વરસ્યા હતા. સોરઠનાં અન્ય વિસ્તારોમાં ધુપછાંવ વાતાવરણ વચ્ચે બફારો થઇ રહયો છે.

ચોમાસાનો સતાવાર પ્રારંભ થયાને આજે ત્રીજો દિવસ છે. પરંતુ હજુ મેઘરાજાએ જમાવટ કરી નથી. આમ વરસાદ ખેંચાતા જગતનો તાત સહીતના લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે આજે સવારે ૯ની આસપાસ જુનાગઢ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે હળવા છાંટા વરસતા વાતાવરણમાં માટીની મહેક પ્રસરી ગઇ હતી.

જુનાગઢ સિવાય જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં સવારે વાદળ પ્રવર્તે છે. સવારનું લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું ૮૩ ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાકે ૧૩.૪ ડીગ્રીની રહી હતી.

(3:33 pm IST)